રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ, કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદની આગાહી

રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ, કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદની આગાહી

રાજ્યમાં પ્રિમોનસુન એક્ટિવિટી છતાં અમદાવાદમાં ગરમીનો પારો આસમાને ચઢેલો છે. અનેક શહેરોને આકરી ગરમીમાં કોઈ રાહત મળી નથી. આ વચ્ચે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

13 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ગાજવીજ સાથે વરસાદની આગાહી

14 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

15 મેએ ક્યાં વરસાદની આગાહી
અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

16 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

અમદાવાદમાં પણ આવશે વરસાદ 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી