નદી નાળા છલકાશે, ત્રણ તબક્કામાં વાવણી, રમણીકભાઈ વામજાની આગાહી

નદી નાળા છલકાશે, ત્રણ તબક્કામાં વાવણી, રમણીકભાઈ વામજાની આગાહી

જૂનાગઢના અગ્રણી આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાંતા.૧૯મી જાન્યુઆરીથી છૂટો છવાયો વરસાદ ચાલુ થાય તેવી ધારણા છે અને તા.૨૪થી ૩૦ જૂનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણ લીયાક વરસાદ 
પડવાની સંભાવનાં છે.

આ ગાળામાં જ નદી-નાળા છલકાય જાય તેવી પણ સંભાવનાં છે. ૨૧મી જૂનથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છેઅને તે પાંચમી જુલાઈ સુધી ચાલુ રહેવાનું છે, જેનું વાહન મોર છે,

જે નેકારણે વરસાદ પાણી સારા થાય તેવી ધારણાંછે. આ વર્ષે ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી થવાની હોવાથી પહેલા તબક્કામાં અમરેલી જિલ્લામાં વાવણી થાય તેવી ધારણા છે.

અત્યારે છૂટો છવાયો વરસાદ આવી રહ્યો છે, જે હજી એકાદ સપ્તાહ બાદ જોર પકડે તેવી ધારણાં છે.

આવતીકાલે આ જિલ્લામાં આગાહી
આવતીકાલે એટલે કે 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

19 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
19મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

20 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
20મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

21 તારીખે આ જિલ્લામાં પડશે વરસાદ
21મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથેવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.