Top Stories
ચણા, તુવેર અને રાયડાના પાકની 10મીથી ટેકાના ભાવે ખરીદી.

ચણા, તુવેર અને રાયડાના પાકની 10મીથી ટેકાના ભાવે ખરીદી.

રાજ્ય સરકાર પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે રજીસ્ટ્રેશન પ્રકિયા પુરી થઈ ગઈ છે ત્યારે હવે રાજ્ય સરકાર 10 માર્ચથી ખરીદી શરૂ કરવા જઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂત દીઠ વાવેતર વિસ્તાર મુજબ દિવસના 125 મણ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે. આ માટે હાલમાં જ આયોજનની સમીક્ષા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને હાઈ લેવલ બેઠક યોજાઈ હતી.

ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ અને રાયડા માટે ૧૦૩ ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5550, ચણા માટે 220175 અને રાયડા માટે 10164 ખેડૂતોએ નોંધણી કરાવી છે.

ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5,550, ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.