khissu

કોમ્પ્યુટર થી પણ ઝડપી ગણતરી | હ્યુમન કમ્પ્યુટર તરીકે જાણીતા શકુંતલા દેવી | ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન

ઘણા લોકો ને તો કરિયાણા ની દુકાને વસ્તુ લેતા  હિસાબ માં ગોટાળા થતાં હોય છે. મોબાઇલ ફોન મા કેલ્ક્યુલેટર ખોલી હિસાબ કરતા પણ ઘણી વાર લગાડે છે. તો એ જાણી આશ્ચર્ય થશે કે કમ્પ્યુટર કરતા પણ ઝડપથી ગણતરી કરે છે આ મહિલા.

જી હા મિત્રો, શકુંતલા દેવી જેના ઉપર એક "શકુંતલા દેવી" ફિલ્મ પણ બની ચૂકી છે. શકુંતલા દેવી ને લોકો હાલતું ચાલતું કમ્પ્યુટર કહે છે. તેની ગણતરી કરવાની ક્ષમતા ઘણી વધારે છે. તે કોઈ પણ પ્રકારની ગણતરી કોમ્પ્યુટર કરતા પણ પહેલા કરી દે છે.

શકુંતલા દેવી નું 2013 માં જ નિધન થઈ ચૂક્યું છે પરંતુ આજે પણ એની જેવું મગજ વાળી કોઈ વ્યક્તિ આ દુનિયામાં આવ્યું નથી. તેના મગજની ક્ષમતા ની વાસ્તવિકતા જાણવા ઘણી વખત તેનું ટેસ્ટ લેવામાં આવ્યું પરંતુ દરેક પ્રકારની ટેસ્ટ માં તે પાસ કરી સૌથી ઝડપી મગજ નો કિતાબ ધારણ કરી લીધો. શકુંતલા દેવી નું નામ "ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ" માં પણ શામિલ કરવામાં આવ્યું છે.