વરસાદી માહોલ વચ્ચે અંબાલાલે હાજા ગગડાવ્યા, એક આગાહીથી કરોડો લોકો ટેન્શનમાં આવી ગયા

વરસાદી માહોલ વચ્ચે અંબાલાલે હાજા ગગડાવ્યા, એક આગાહીથી કરોડો લોકો ટેન્શનમાં આવી ગયા

Ambalal patel: હાલમાં આખા ગુજરાતમાં વરસાદ બરાબરનો જામ્યો છે. ત્યારે હવે ફરીથી આગામી સમયમાં ચોમાસાની ગતિ કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે જે હાલમાં ખુબ વાયરલ થતી જોવા મળી રહી છે.

ચોમાસું પાછલા કેટલાક કલાકોમાં ધીમું પડ્યું છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે એવું અનુમાન જોવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ પટેલે આપી છે.

પોતાની નવી આગાહીમાં અંબાલાલ પટેલે 7મી જુલાઈ માટે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકશે. આવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

જે લોકો માટે અને ભક્તો માટે ભારે ચિંતાનો વિષય છે. જો કે હવે ચારેકોર ચર્ચા એ છે કે આ વખતે રથયાત્રાના દિવસે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે. જેના કારણે કેટલાક ભાગોમાં છાંટા થવાની પણ શક્યતાઓ છે.

આ સિવાય ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે એવી પણ અંબાલાલે આગાહી કરી છે.

બંગાળના ઉપસાગરનું વહન 7થી 8 જુલાઈ દરમિયાન સક્રિય થઈ શકે છે અને તે ઓડિશાથી વિશાખાપટનમ થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે.