દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સીઝનના 90થી 95 દિવસના 38 દિવસમાં જ ભારેથી હળવો વરસાદ પડવાની વકી છે. જેમાંથી 9 દિવસ ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે.
રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે. જેમાં રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે. તેમજ આજે મહીસાગર, વલસાડ, તાપી તથા ડાંગ, સુરત, ભરૂચ તેમજ નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા, અમરેલી, ભાવનગરમાં વરસાદ આવી શકે છે.
15 જૂને નવસારી, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
તેમજ 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ, દીવ તથા નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે.
17 જૂને દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે.