મિત્રો રાજયમાં વરસાદ સતત આગળ વધી રહ્યો છે. આજે પણ વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજયના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સહિત કચ્છના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન મોડેલ મુજબ મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સીવાય રાજયના સમગ્ર ગુજરાતમાં 13 તારીખે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન મોડેલ પ્રમાણે 13 તારીખે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી સહિત દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
નવી અપડેટ 14/6/2022 મુજબ: આજથી વરસાદના વીસ્તારમાં ઘટાડો થશે, દરીયા કાઠા લાગુ વિસ્તારોમાં વરસાદ ની સંભાવના રહેશે. સાવત્રિક વરસાદના સંજોગો આવનારી 20 જુન સુધી નહીવત છે.