khissu

વાવાઝોડાં સાથે વરસાદની આગાહી ! ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર

ગઈકાલ કરતા આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળશે. પરંતુ હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ અને દાદરા નગર હવેલીના જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એવામાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, અને નવસારી જિલ્લાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે અન્ય સ્થળોએ રાજ્યમાં છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેમ છે.

અન્ય હવામાન મોડેલ પ્રમાણે વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે. જ્યારે મધ્ય ગૂજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે.

જ્યારે સૌરાષ્ટ્રમા મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.