સૂર્યનારાયણનો આશ્લેષણ નક્ષત્રમાં શુભ પ્રવેશ 03/08/2023 ના રોજ થશે. આશ્લેષણ નક્ષત્ર માં સૂર્યનું ભ્રમણ 16/08/2023 સુધી ચાલશે. સૂર્યનારાયણ આશ્લેષણ નક્ષત્રમાં ગુરૂવારને બપોરે 3 વાગ્યે 53 મીનીટે પ્રવેશ કરશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ભેંસનું છે.
આશ્લેષા નક્ષત્રમાં બોલાતી લોકવાયકા
"આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી"
આ લોકવાયકા મુજબ આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ વરસે તો વરસાદ વરસી જતો હોય છે અને જો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ન પડે તો પડતો જ ન હોય. જો સારો વરસાદ પડે તો ઘણા વિસ્તારોમાં એકદમ સારો વરસાદ થાય.
આશ્લેષા નક્ષત્રમાં વરસાદ યોગ
સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ 3 તારીખે થશે. વાર ગુરૂવાર છે અને બપોરે 3:53 મીનીટે બેસશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી આ નક્ષત્રમાં વરસાદના ભરપૂર માત્રામાં યોગો જોવા મળી રહ્યા છે. આશ્લેષા નક્ષત્ર દરમિયાન સર્વત્ર પાણી પાણી થશે. બધા વિસ્તારોમાં વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે. આ નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કોઈ કોઈ વિસ્તારમાં મોટી નુકસાની નો ભાઈ પણ ઉભો થતો હોય છે. એવા લોકોનું નિર્માણ આ નક્ષત્રમાં જોવા મળતું હોય છે.
જો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થાય તો લાંબો સમય સુધી વરસાદ રહેશે છે. આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવાર હોય છે. એ લગભગ રવિ પાકો સુધી રહેતો હોય છે. આશ્લેષા પાણી સારું ગણાય છે.
3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે. સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે.