ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે એટલે કે 29 એપ્રિલના રોજ ઘણા બધા જિલ્લાઓમાં માવઠું ખાબક્યું છે. આજે સૌથી વધારે જામનગરના ધ્રોલમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગોંડલ અને મોરબીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ભુજ, જામનગર, જામકંડોરા, કોટડાસાંગાણી અને માંગરોળમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે. સાથે જુનાગઢ, ટંકારા, માંડવી પડધરી, રાણાવાવ, વડીયા અને હળવદમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ છૂટો છવાયો માવઠાનો વરસાદ જોવા મળ્યો છે.
આજે ની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર કચ્છ ના ઘણા વિસ્તારો માં વરસાદ પડ્યો હતો છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાતમાં જે આગાહી હતી તેમ તેમ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: વાતાવરણ માં પલટો આવતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી 7 મોટી આગાહી, જાણો કઈ તારીખે? આંધી વંટોળ સાથે
આવતી કાલે વરસાદ આગાહી?
આવતીકાલે 30 એપ્રિલ છે અને 30 એપ્રિલે ગુજરાતમાં માવઠાનો માર યથાવત્ રહેશે. ગુજરાત ઉપર પાકિસ્તાન રાજસ્થાન લાગુ 700 એચપીએ બનેલ વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ભેજવાળું વાતાવરણ માવઠાના વિસ્તારોમાં વધારો કરી શકે છે. જોકે આ જ કરતા આવતીકાલે માવઠાનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે તેમ છતાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં માવઠું પડે તેવી સંભાવના છે.
આવતીકાલે કચ્છ, પશ્વિમ ઉત્તર ગુજરાત, પશ્ચિમ-ઉત્તર-મધ્ય સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં માવઠાનો પ્રભાવ વધારે રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની સંભાવના યથાવત રહેશે, જોકે આજ કરતા દક્ષિણ ગુજરાતમાં વિસ્તારો વધશે, જ્યારે મધ્ય ગુજરાતમાં કોઈક વિસ્તારોમાં સારું માવઠું પડવાની પણ શક્યતા રહેશે.
આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, સુરત, ભરૂચ, વલસાડ, કચ્છ-ગાંધીધામ અને પોરબંદર લાગુ અમુક વિસ્તારોમાં માવઠાનો પ્રભાવ વધારે રહેશે. આગાહી મુજબ આવતી કાલથી વાદળછાયુ વાતાવરણમાં વધારો થશે અને અમુક વિસ્તારોમાં ભેજને કારણે સારા માવઠા પડવાની પણ સંભાવના વધશે.
30 એપ્રિલ એ માવઠાનું પ્રમાણ થોડું ઓછું રહેશે તો પહેલી મે ના રોજ માવઠાનું પ્રમાણ થોડુંક વધશે અને બીજી તારીખે માવઠું યથાવત રહેશે તો 3 તારીખથી ધીમે ધીમે ઘટાડો થાય તેવું હાલમાં વેધર મોડલો જણાવી રહ્યા છે.