પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભીમા ઓડેદરાએ વરસાદને લઈને 2023નો વરતારો આપ્યો હતો. જે વરતારામાં તેમણે જણાવ્યું હતું કે, આવનારું વર્ષ પૂરતા પ્રમાણમાં વરસાદનું નહીં હોય. આમ થોડો નબળા વર્ષનો વરતારો જણાવ્યો હતો.
આગળ તેમને કહ્યું હતું કે આ વર્ષે અખાત્રીજનો પવન, હોળીની જાળ, વનસ્પતિ, પશુ અને પક્ષીઓની ચેષ્ટાઓ જે પ્રકારે જોવા મળી હતી તે સ્પષ્ટ ઈશારો કરે છે કે આવનારું વર્ષ પૂરતા પ્રમાણમાં વરસાદનું વાળુ નહીં હોય તેવું માનવામાં આવે છે.
વધારે તેમણે આ ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદનું પ્રમાણ અધિક રહેવાની પણ શક્યતાઓ તેમણે જણાવી છે. પાછોતરા વરસાદને કારણે ચોમાસામાં વરસાદની ઘટ પૂરી કરી શકાય છે.
આ વર્ષે તેમણે પુષ્ય નક્ષત્રમાં સૌથી વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સામાન્ય માન્યતા અનુસાર પુષ્ય નક્ષત્રમાં પડેલો વરસાદ પુણ્યકારી માનવામાં આવે છે.