khissu

આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં પડશે ભારે વરસાદ; જાણો લિસ્ટ?

આજે 6 જુલાઈના રોજ બપોર પછી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે જેમને કારણે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું હવે વરસાદ જતો રહેશે? તો મિત્રો એમનો જવાબ છે ના. આવતીકાલથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જોકે આ રાઉન્ડ પૂર્ણ થયો તેવી રીતે સંપૂર્ણ ગુજરાતમાં જોવા નહીં મળે પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. ખાસ કરીને દરિયાઈ પટ્ટીમાં વરસાદની સંભાવનાઓ બંધાયેલી રહેશે.

આજે રાત્રે વરસાદની શક્યતાઓ ઓછી રહેશે પરંતુ વહેલી સવારથી પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. 7-8 તારીખે વરસાદનું જોર થોડું રહેશે ત્યાર પછી 9 તારીખે ઘટી જશે અને ફરી 11 તારીખથી દક્ષિણ ગુજરાતથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 

આજે કાલે ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી? પશ્વિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, રાજકોટના કેટલાક ભાગો અને વેરાવળ, સુરેન્દ્રનગર લાગુ કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરત લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની થોડી શક્યતાઓ છે. જ્યારે એ સિવાય બીજા જિલ્લાઓમાં સામાન્ય હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાતો રહે છે.