હવામાન ક્ષેત્રના જાણકાર અંબાલાલ પટેલે, ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. એ સમયે ઠંડીનો પારો ગગડશે.
જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રી જેટલું રહેશે. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા રહેશે.
કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે.
શું તમારે સફેદ દાગથી છુટકારો મેળવવો છે... તો વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.
જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે.
જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે.
ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે.
3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.