આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં વરસાદ આગાહી? ચોમાસું બેસતા વાવણી પાક્કી!

આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં વરસાદ આગાહી? ચોમાસું બેસતા વાવણી પાક્કી!

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે 13 જૂને દક્ષિણ ગુજરાતથી દીવ-વેરાવળ સુધી ચોમાસું પહોંચી ગયુ છે. સામાન્ય તારીખ કરતા ચોમાસુ બે દિવસ અગાઉ ગુજરાતમાં પહોંચી ગયા છે. હાલમાં અરબી સમુદ્રમાં UAC સક્રિય છે જેમણે કારણે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આવનાર દિવસોમાં હજી વરસાદ એક્ટિવિટી સારી જોવા મળશે તેવા સંજોગો weather Data જણાવી રહ્યા છે.

આજે રાત્રે અને આવતી કાલે વરસાદ આગાહી? આજે રાત્રે ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યગુજરાત લાગુ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ એક્ટિવિટી જોવા મળશે. જોકે આજે દિવસ દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે. આજે જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમાં આવતી કાલે થોડો ઘટાડો થાય તો નકારી ના શકાય.  હાલમાં અરબી સમુદ્ર બંગાળની ખાડી કરતા થોડી મજબૂત છે જેમણે કારણે ગુજરાતને સારો લાભ મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી: આગાહી મુજબ વલસાડ, સુરત, ડાંગ, નવસારી, તાપી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ચોમાસુ પહોંચી ગયુ છે. હવામાન વિભાગ દ્વારા આવનાર 2 દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે આવનાર પાંચ દિવસ સુધી વરસાદી માહોલ ગુજરાતમાં છવાયેલો રહેશે તેવું પણ જણાવે છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવનાર પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા માં આવનાર 2 દિવસ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન પલટાઈ શકે છે તેવી આગાહી જણાવી છે.

અપડેટ 14/6/2022 મુજબ: આજથી વરસાદના વીસ્તારમાં ઘટાડો થશે, દરીયા કાઠા લાગુ વિસ્તારોમાં વરસાદ ની સંભાવના રહેશે. સાવત્રિક  વરસાદના સંજોગો આવનારી 20 જુન સુધી નહીવત છે.