બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરત પર આવતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહીનાં મોડેલ બહાર પાડવામાં આવ્યા છે.
11 તારીખે કચ્છ, મહીસાગર, પંચમહાલ અને દાહોદનાં જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદને લઈને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સાવધાન ગુજરાત:રેડ એલર્ટ જાહેર, લો પ્રેશર બન્યું મજબૂત; જાણો ક્યાં ક્યાં જીલ્લામાં?
જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, બોરડા, સુરત, તાપી ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
12 તારીખે વરસાદને લઈને વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાનાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને અરવલ્લી આ જીલ્લાનાં વિસ્તારોમાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એલર્ટ: ભારે વરસાદની આગાહી, આવતી કાલે આટલા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
જો કે આગામી 3 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.