હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઘણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અથવા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે 11 થી 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.
આ પણ વાંચો: કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, શું મીની વાવાઝોડું ફૂંકાશે?
નોંધનિય છે કે 15 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદી જોર ઘટશે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ગૂજરાત તરફ આગળ વધી રહી છે. જેથી આગામી પાંચ દીવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
11 સપ્ટેમ્બરના રોજ ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને દીવ નાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
12 સપ્ટેમ્બરના રોજ નર્મદા, તાપી, સુરત, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દીવ, સોમનાથ, છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
13 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, વલસાડ, સુરત, નવસારી સહિતનાં વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
14 તારીખમાં ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમન, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ આણંદ, અમદાવાદ, વગેરે જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: LIC ના આ પ્લાનમાં માત્ર એક જ વાર જમા કરવાના રહેશે પૈસા, જીવનભર મળશે 50,000 રૂપિયા
15 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ખેડા, અમદાવાદ, આણંદ, વડિદ્રઝ છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જુનાગઢમાં વરસાદની શક્યતા રહેશે.