કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, શું મીની વાવાઝોડું ફૂંકાશે?

કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, શું મીની વાવાઝોડું ફૂંકાશે?

ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન ખાતાએ 4 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 11 અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં હળવું દબાણ સક્રિય થવાના કારણે ભારે વરસાદ થઈ શકે છે. સાથે ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઇ શકે છે. 14 સપ્ટેમ્બર સુધીમાં બનાસકાંઠા, પાટણ,મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકામાં અતી ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: ભાદરવો ભરપૂર: રાજ્યમાં વરસાદને લઇને પાંચ દિવસની આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જુનાગઢ, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, સોમનાથનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહીમાં આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદમાં વરસાદ પડી શકે છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે

12, 13 અને 14 તારીખે રાજ્યના કોઈક વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદ થઈ શકે છે. તેમજ આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાઇ શકે છે.