khissu

Rajinikanth Lalani Predictions: પ્રથમ વાવણીના વરસાદની તારીખ લખી લેજો, ખેડુતોને આ વર્ષે ઘી ગોળ.. જાણો શું છે આગાહી

Rajinikanth Lalani Predictions: હાલ પ્રિ મોનસુન એક્ટિવિટી જોર પકડી રહી છે. તો પણ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લોકો આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવા ઉત્સુક બેઠા છે.

છેલ્લા એક દાયકાથી આકાશી કસ, હોળીની જાળ, વનસ્પતિ અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઇ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 106 ટકા વરસાદની સંભાવના છે.

પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે?
રજનીકાંત લાલાણીએ આગાહી કરતા જણાવ્યું કે, 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ ૫ડવાની સંભાવના છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરુ ફુકાશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

11 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી છે. આ સમય દરમિયાન મોટા ભાગના જળાશયો છલકાઇ જશે.

24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળહોનાદરની શક્યતા રજનીકાંત લાલાણીએ વ્યક્ત કરી છે. 18 થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે. 29 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે.

આ વર્ષ કેવુ રહેશે?
આ વર્ષ 14 આની રહેશે શિયાળુ પાક ઉત્પાદન સારું જોવા મળશે. પાછો વરસાદ પણ જોવા મળશે. તેથી ખેડૂતોને લાંબા સમયના પાક વાવવા હિતાવહ કહી શકાય