khissu

22 તારીખે રક્ષાબંધન પર્વ ઉજવાશે: આ દિવસે ભદ્રકાળનો પડછાયો, ભદ્રકાળમાં રાખડી કેમ નથી બાંધવામાં આવતી?

રક્ષાબંધનનો તહેવાર 22 ઓગસ્ટ 2021 નાં રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન તહેવાર ભાઈ અને બહેન નાં પરસ્પર પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધન નાં દિવસે રાખડી બાંધતી વખતે ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભદ્રામાં રાખડી બાંધવી શુભ નથી. તેથી ભદ્રકાળ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ કાળ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી સફળતા મળતી નથી.

22 ઓગસ્ટનાં દિવસના રોજ આખો દિવસ ભદ્રકાળ રહેશે નહિ:- આ વખતે શનિદેવ ની બહેન ભદ્રા જે રક્ષાબંધનમાં ખુબ જ અશુભ કહેવાય છે તે આખો દિવસ રહેશે નહિ. તેથી આ રક્ષાબંધન નો તહેવાર રાહુકાળ ની શરૂઆત પહેલાં ઉજવવામાં આવશે. એમાં પણ બપોરે 12 થી 01 વાગ્યા સુધીનુ મુહૂર્ત શ્રેષ્ઠ રહશે. આ મુહૂર્ત દરમીયાન ભાઈના કાંડા પર રાખડી બાંધવાથી ભાઈને સફળતા અને વિજય મળે છે. આ દીવસે ચંદ્ર મંગળ અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

ભદ્રકાળ સાથે જોડાયેલ પૌરાણિક કથા:- જ્યારે પણ રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે આ દિવસે ભદ્રકાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભદ્રામા રાખડી ન બાંધવા પાછળ એક કથા છે. જે મૂજબ લંકાના રાજાને ભદ્રા સમયે પોતાની બહેને રાખડી બાંધી હતી. આ કાળમાં રાખડી બાંધવાથી રાવણનો નાશ થયો હતો. આ માન્યતા મુજબ ભદ્રાકાળમાં રાખડી બાંધવામાં આવતી નથી. આ સિવાય ભગવાન શિવ ભદ્રાકાળમાં તાંડવ કરે છે. આ કારણથી પણ ભદ્રા કાળમાં શુભ કાર્ય કરવામાં આવતું નથી.

બીજી માન્યતા અનુસાર ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રા શનિદેવ જેવી ઉગ્ર સ્વભાવની છે. ભદ્રાને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ પણ ભદ્રકાળ દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરશે તેને સફળતા મળશે નહીં. શાસ્ત્રોમાં પણ રક્ષાબંધનનો તહેવાર ભદ્રકાળ સિવાયના સમયમાં ઉજવવાનો નિયમ છે.

રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત:- આ વખતે રક્ષાબંધન સવારે 5.50 થી સાંજે 6.03 સુધીનો શુભ સમય છે. આ સમય દરમિયાન ભાઈ બહેનને રાખડી બાંધી શકશે.

નોંધ:- આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી નથી.  આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / ધાર્મિક ગ્રંથોમાંથી એકત્ર કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે.અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.