જૂનાગઢનાં અગ્રણી જ્યોતિષ રમણીક વામજાએ જણાવ્યું હતું કે તા.૧૪થી ૨૦ જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણાં છે. અષાઢ
સુદ બીજથી પાંચ દરમિયાન વરસાદ ગાજવીજ સાથે થયેલ હોવાથી અમુક વિસ્તારમાં સારો વરસાદ હવે પડશે.
ગુજરાતમાં સુરેન્દ્રનગર, અમરેલી, જખાવ-વેરાવળ બંદરમાં ગાજવીત સાથે બપોર પછી મંડાણી વરસાદ થાય. અષાઢ સુદમાં હવામાન પંચરંગી હોવાથી ઘોડાપુર નદી નાળા છલાય.
તા.૧૬મી જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુષ્ય ૨૩.૧૨ મિનીટે જેનું વાહન દેડકો છે અને આ નક્ષત્ર વરસાદનું છે. તા.૧૬થી ૧૮ વિછુડો બેસે છે. જેથી પવન, ગરમીનું પ્રમાણ વધારે રહેશે. ગાજવીજ વધારે થશે. તા.૧૮થી ૨૧ જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વાનુંમાન આકાશ અને કસના આધારે લાગી રહ્યું છે.