khissu

રુદ્રાક્ષ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ અદ્ભુત છે, જાણો તેના ફાયદા

 રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હોય એવું માનવામાં આવે છે. રુદ્રાક્ષ બે શબ્દોથી બનેલો છે, રુદ્ર + અક્ષ, જેમાં રુદ્ર એટલે ભગવાન શંકર અને અક્ષ એટલે અશ્રુ. ધાર્મિક શાસ્ત્રોમાં મળેલી પૌરાણિક કથાઓ અનુસાર, જ્યાં ભગવાન શિવના આંસુ પડ્યા હતા ત્યાં રુદ્રાક્ષના વૃક્ષોનો ઉદ્દભવ થયો હતો. દરેક વ્યક્તિ રુદ્રાક્ષના ધાર્મિક મહત્વ વિશે જાણે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના તમામ દુખોનો અંત આવે છે અને ભગવાન શિવની કૃપાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક જ્યોતિષીય મહત્વ હોવા ઉપરાંત, તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તો ચાલો જાણીએ કે રુદ્રાક્ષ તમને કેવી રીતે લાભ આપે છે.

વૈજ્ઞાનિકોના અભિપ્રાય મુજબ, રુદ્રાક્ષમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ગુણધર્મ છે, જેના કારણે તેમાં અદભૂત શક્તિ રહેલી છે. ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડો.ડેવિડ લીના સંશોધન મુજબ, રુદ્રાક્ષ વિદ્યુત ઉર્જાનો ચાર્જ સંગ્રહિત કરે છે. આ ચાર્જ માનવ મગજમાં અમુક રસાયણોને ઉત્તેજિત કરે છે. જે તબીબી સારવાર કરવામાં મદદ કરે છે.

રુદ્રાક્ષ યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા વધારે છે રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને ચિંતા અને તણાવ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. વ્યક્તિને મનની શાંતિનો અહેસાસ થાય છે, જે વ્યક્તિની ઉર્જા અને ઉત્સાહ વધારે છે.

હ્રદય રોગમાં પણ કારગર છે રુદ્રાક્ષ: માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને શારીરિક અને માનસિક શક્તિ મળે છે. તેને પહેરવાથી શરીર સ્થિર બને છે અને દિલેવમ ઇન્દ્રિયો પર સારી અસર કરીને ઘણી સમસ્યાઓનુ સમાધાન કરે છે. ખાસ કરીને એક મુખી રુદ્રાક્ષ હૃદય સંબંધિત રોગોની સારવારમાં સૌથી અસરકારક છે.  તે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે. જો કે, એક મુખી રુદ્રાક્ષ દુર્લભ છે.

નેગેટિવ એનર્જી થી બચાવે છે રુદ્રાક્ષ: રુદ્રાક્ષમાં ડાઇલેક્ટ્રિક ગુણધર્મો છે. આનો અર્થ એ છે કે તે નેગેટિવ એનર્જી ને સંગ્રહ કરી શકે છે. તેથી જ્યારે આપણે શારીરિક કે માનસિક રીતે તણાવમાં હોઈએ ત્યારે આ રુદ્રાક્ષ શરીરમાંથી નીકળતી નેગેટિવ એનર્જીને એકઠી કરે છે.