ડુંગળી ની બજાર માં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં ડુંગળીની આવકો ઓછી થવા લાગી છે અને ભાવ ૨૦ કિલોનાંરૂ.૧૦૦થી ૨૫૦ વચ્ચે ચાલે છે. સાઉથમાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં નવી ડુંગળીની આવકો શરૂ થવા લાગી છે પરિણામે નાશીકની ડુંગળી સાઉથમાં જતી અટકી ગઈ છે. પરિણામે નાશીકમાં બજારો નીચા જ છે.
આ પણ વાંચો: સાર્વત્રિક વરસાદની આગાહી: જાણો કયા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ?
નાશીકનાં ખેડૂત સંગઠનોએ ૧૬મી ઓગસ્ટથી બજારમાં ડુંગળીનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે પરંતુ આ જાહેરાતની અસર બહુ ઓછી દેખાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.ખેડૂતોને સારા ભાવ મળે એ માટેખેડૂતો સંગઠનોએ જાહેરાત કરીછે. જો વેચવાલી ઓછી આવેતો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે, પંરતુ ખેડૂતોની ક્ષમતા બહુ ઓછી હોય છે પરિણામે બહુ લાબો સમય આંદોલન ન ચાલેતેવી સંભાવનાં છે.
સાઉથમાં આગળ ઉપર કોઈ વરસાદનું વિઘ્ન આવે અને માલમાં બગાડ આવે તો બજારમાં તેજી આવી શકે છે. દર વર્ષે ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં આવતી તેજી સાઉથને કારણે જ આવતી હોય છે.
આ પણ વાંચો: જાણો રેશન કાર્ડનું મોટું અપડેટ, હવે ગરીબોને મળશે વધુ ફાયદો
દેશમાં ડુંગળીના નીચા ભાવને લઈને ખેડૂતો હવે આંદોલનનાં માર્ગે જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. દેશનાં સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રનાં ખેડૂતોએ ડુંગળીના ભાવ કિલોનાં રૂ.૨૫થી ૩૦ ન મળેતો ૧૬મી ઓગસ્ટથી ડુંગળીનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર ખેડૂતો ઉત્પાદનક સંગઠનનાં અધ્યક્ષ ભારત ડિઘોલોએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયાનાં ૭૫ વર્ષ થઈ ગયા છે અને તમામ ચીજવસ્તુઓનાં ભાવ વધી ગયા છે. ખેતીમાં ઉપયોગી ખાતર, દવા અને બિયારણના ભાવ પણ વધી ગયા છે, પંરતુ ડુંગળીનાં ભાવ નીચાને નીચા જ છે. ખેડૂતોની ઉત્પાદન પડતર જેટલા પણ ભાવ મળ્યાં નથી. પરિણામે મહારાષ્ટ્ર, ગુજરાત,મધ્યપ્રદેશ સહિત તમામ ઉત્પાદક રાજ્યનાંખેડૂતો સાથે અમે વાતચીત કરીને જ્યા સુધી પોષણક્ષમ ભાવ ન મળેત્યાં સુધી ખેડૂતો ડુંગળીનું વેચાણ બંધ કરશે.
તેમણેકહ્યું કેઅમારી માંગણી છેકે ખેડૂતોનેરૂ.૨૫થી ૩૦ પ્રતિ કિલોનાં એવરેજ ભાવ મળવા જોઈએ, જેની સામેઅત્યારે કિલોનાં રૂ.૧૦થી ૧૨ જ મળી રહ્યાં છે. જો ખેડૂતો ડુંગળીનું વેચાણ બંધ કરશેતો દેશમાં સપ્લાય ચેઈન ખોરવાશે અને ભાવ ઊંચકાય જશે. નીચા ભાવ ને લઈને કેન્દ્રિય પ્રધાન અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી, પંરતુ કોઈ ખેડૂતોની વાત સાંભળતું નથી.
આ પણ વાંચો:
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બી.ટી. | 1000 | 2055 |
ઘઉં લોકવન | 440 | 482 |
ઘઉં ટુકડા | 436 | 540 |
જુવાર સફેદ | 485 | 765 |
જુવાર પીળી | 365 | 475 |
બાજરો | 280 | 461 |
તુવેર | 1050 | 1476 |
ચણા પીળા | 820 | 910 |
ચણા સફેદ | 1750 | 2100 |
અડદ | 1216 | 1660 |
મગ | 1150 | 1425 |
વાલ દેશી | 1550 | 2010 |
વાલ પાપડી | 1875 | 2060 |
ચોળી | 1100 | 1325 |
વટાણા | 730 | 1213 |
મગફળી જાડી | 1140 | 1401 |
મગફળી ઝીણી | 1121 | 1401 |
સુરજમુખી | 825 | 1175 |
એરંડા | 1245 | 1421 |
અજમો | 1475 | 2000 |
સુવા | 1250 | 1450 |
સોયાબીન | 1111 | 1190 |
કાળા તલ | 2100 | 2680 |
લસણ | 100 | 323 |
ધાણા | 2000 | 2300 |
મેથી | 980 | 1200 |
રાયડો | 1080 | 1175 |
રજકાનું બી | 3600 | 4400 |
ગુવારનું બી | 910 | 954 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 300 | 470 |
બાજરો | 370 | 490 |
ઘઉં | 370 | 470 |
મગ | 1000 | 1325 |
તુવેર | 990 | 1300 |
ચણા | 850 | 912 |
મગફળી ઝીણી | 1000 | 1230 |
મગફળી જાડી | 1000 | 1240 |
એરંડા | 1000 | 1406 |
તલ | 1500 | 2390 |
રાયડો | 900 | 1250 |
લસણ | 50 | 250 |
જીરું | 2700 | 4350 |
અજમો | 1600 | 2325 |
ધાણા | 1000 | 2231 |
ડુંગળી | 40 | 225 |
સિંગદાણા | 1200 | 1720 |
કલોંજી | - | - |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1098 | 2320 |
સિંગ મઠડી | 1161 | 1380 |
શીંગ મોટી | 890 | 1402 |
શીંગ દાણા | 1401 | 1901 |
શીંગ ફાડા | 1490 | 1742 |
તલ સફેદ | 1200 | 2470 |
તલ કાળા | 1300 | 2591 |
તલ કાશ્મીરી | 2300 | 2427 |
બાજરો | 360 | 498 |
ઘઉં | 445 | 534 |
ઘઉં લોકવન | 450 | 501 |
મગ | 1035 | 1200 |
ચણા | 675 | 940 |
તુવેર | 1100 | 1414 |
જીરું | 2500 | 4550 |
ઇસબગુલ | 1250 | 2445 |
મેથી | 800 | 1013 |
સોયાબીન | 1050 | 1136 |
ગોળ | - | - |