khissu

સાર્વત્રિક વરસાદની આગાહી: જાણો કયા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ?

આજે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. પરંતુ રાજયના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: જાણો રેશન કાર્ડનું મોટું અપડેટ, હવે ગરીબોને મળશે વધુ ફાયદો

આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગર, આ જીલ્લાનાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે તેમ છે. તે સિવાયના અન્ય જિલ્લાના વિસ્તારોમાં પણ સામાન્ય છાંટા છૂટી થી લઈને હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપી અને સુરત જિલ્લામાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, નવસારી અને ડાંગ વલસાડ અને ભરૂચ આ જીલ્લાનાં વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

આ પણ વાંચો: સાવધાન ગુજરાત: લો-પ્રેશર સક્રિય, અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જાવ, આટલા જિલ્લા

જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ગાંધીનગર જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આજે ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગર જિલ્લામાં સામાન્ય છાંટા છૂટીથી લઈને હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જ્યારે કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આમ, રાજ્યમા સાર્વત્રિક વરસાદની અસર જોવા મળશે.