khissu

સમજદાર કો ઈશારા હી કાફી હૈ !

⁠⁠⁠⁠⁠⁠⁠
ટન ટનાન...હું ફરીથી હાજર છું એકદમ ફ્રેશ મુડમા..

નમસ્કાર દોસ્તો, આજે કંઇક સમજદારીની વાત કરીએ સમજદારીથી. 

આમ તો તમે સમજદાર છો એટલે તમને ભલા શુ સમજાવવું ! પરંતુ મારો પ્રયત્ન એ રહે છે કે તમને હું નવુ શું આપી શકુ. Well સુખી જીવન માટે સમજદારી અત્યંત જરૂરી છે.આ જ વસ્તુ ને સમજવા ચાલો એક નાનકડી વાત કહું.
કિર્તી અને તેના ત્રણ મિત્રો કોલેજીયન છે. તેઓ રોજ મોડી  રાત સુધી બહાર ફરવા જતા અને મોજથી પાર્ટી કરતાં.એક દિવસ ટેસ્ટ હતી પણ તેઓએ ધ્યાન આપ્યું નહીં અને અભ્યાસ કર્યો નહીં. સવારે ટેસ્ટ માથી કેવી રીતે બહાર નીકળવું તેનો પ્લાન બનાવ્યો.
પ્રિન્સીપાલ ની ઑફિસમાં ગયા અને પછી કહ્યું કે પાછલી રાત્રે અમે લગ્નમાં ગયા હતા ત્યારે ટાયર ફાટી ગયું હતું. આવી આખી કહાની સંભળાવી. પ્રિન્સીપાલે તેમની વ્યથા સાંભળી, ત્રણ દિવસ પછી ફરી ટેસ્ટ આપવાની ઑફર કરી. તેઓએ ઑફર સ્વીકારી લીધી. ટેસ્ટ ના દિવસે તેઓ પ્રિન્સીપાલ પાસે ગયા. પ્રિન્સીપાલે બધાને અલગ અલગ રૂમ માં ગોઠવી દીધા.તે આ સ્ટુડનટ્સ માટે સારું હતું કેમ કે તેમને ખૂબ મહેનત કરી હતી. હવે પેપર જોયું અને  તેમાં 2 પ્રશ્નો હતા. 

  1. તમારું નામ __________ (1 પોઇન્ટ)
  2. કયું ટાયર ફાટ્યું હતુ ? __________ (99 પોઇન્ટ)

      વિકલ્પો - (a) ફ્રન્ટ ડાબે (b) ફ્રન્ટ રાઇટ (c) પાછળ ડાબે (d) પાછળનો જમણે

હાહા...સમજદાર કો ઇશારા હી કાફી હૈ ! હંમેશાં જવાબદાર બનો અને સમજદાર નિર્ણયો લો.

વાઈઝ લાઇન:

દેશ ગયો, પરદેશ ગયો અને શીખ્યો અવિશળ વાણી

વોટર વોટર કરતા જીવ ગયો અને ખાટલા નીચે પાણી
                                                                         - મશાલ