Top Stories
khissu

SBIની આ બે FD પર મળે છે આખા ગામ કરતાં વધુ વ્યાજ, જાણો કેટલા દિવસમાં પૈસા ડબલ થઈ જશે

SBI FD: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક (SBI) ઘણી વિશેષ FD યોજનાઓ ચલાવી રહી છે. આમાંની કેટલીક એફડીમાં રોકાણકારોને ખૂબ જ સારું વ્યાજ મળી રહ્યું છે. આજે અમે તમને SBI ની સૌથી લોકપ્રિય FD સ્કીમ SBI We Care અને SBI અમૃત કલશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ

SBI We Care FD વ્યાજ દર

SBI We Care FD સ્કીમ વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે. આમાં કોઈપણ વરિષ્ઠ નાગરિક 5 થી 10 વર્ષ સુધી FD મેળવી શકે છે. SBIની આ સ્કીમમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી રોકાણ કરી શકાય છે. હાલમાં SBI We Care FD પર 7.50 ટકા વ્યાજ આપવામાં આવે છે. જો તમે 10 વર્ષ માટે આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 10 વર્ષમાં 7.50 ટકાના દરે તમારા પૈસા લગભગ 2 લાખ રૂપિયા થઈ જશે.

બેંકમાં સરકારી નોકરીની મોટી તક, 90000 રૂપિયા મળશે મહિનાનો પગાર, જલ્દી અરજી કરી દો

SBI અમૃત કલશ FD પર વ્યાજ દર

SBI દ્વારા ફેબ્રુઆરીમાં 400 દિવસની 'અમૃત કલશ' FD લોન્ચ કરવામાં આવી હતી. આ FD પર સામાન્ય રોકાણકારોને 7.1 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. રોકાણકારો આ એફડીમાં 31મી ડિસેમ્બર સુધી રોકાણ કરી શકે છે. જો તમે આ સ્કીમમાં 10 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારા પૈસા 10 વર્ષમાં 7.50 ટકાના દરે 2,12,308 રૂપિયા થઈ જશે.

પાન-આધાર વગર કેટલું સોનું ખરીદી શકાય? દિવાળીની ખરીદી કરતા પહેલા જાણી લો નિયમો

-7 દિવસથી 45 દિવસ સુધીની FD પર - 3 ટકા
-46 દિવસથી 179 દિવસની FD પર 4.5 ટકા
-180 દિવસથી 210 દિવસની FD પર 5.25 ટકા
-211 દિવસથી એક વર્ષથી ઓછા સમય સુધીની FD પર - 5.75 ટકા
-એક વર્ષથી બે વર્ષથી ઓછા સમયની FD પર - 6.8 ટકા
-બે વર્ષથી ત્રણ વર્ષથી ઓછી એફડી પર 7.00 ટકા
-ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની FD પર - 6.50 ટકા

ખાસ જરૂરી વાત: ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવો, નહીં તો થશે આ 5 મોટી સમસ્યાઓ

SBI 7 દિવસથી 10 વર્ષની FD પર 3% થી 7.1% સુધીનું વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને 50 બેસિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.