Top Stories
SBI દ્વારા પૈસા કમાવા માટેની આ છે શાનદાર ઓફર! અહીં વાંચો તેની સંપૂર્ણ વિગતો

SBI દ્વારા પૈસા કમાવા માટેની આ છે શાનદાર ઓફર! અહીં વાંચો તેની સંપૂર્ણ વિગતો

તમારી કમાણીમાં વધારો કરવા માટે તમે કેટકેટલાય આઈડિયાઓ અપનાવતા હશો જેમાં ક્યારેક સફળતા તો ક્યાકેક નિષ્ફળતા મળતી હોય છે. આમ જોવા જઇએ તો આજકાલ લોકોમાં બિઝનેસની માંગ વધી છે. તેથી જ અહીં અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઇને આવ્યા છીએ જેમાં તમે અઢળક નફો કમાય શકશો. બિઝનેસની આ ઉત્તમ તક દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI આપી રહી છે. તો ચાલો જાણીએ શું છે આ બિઝનેસની પ્રક્રિયા અને તેમાં કેટલી થશે કમાણી.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટીએમ ફ્રેન્ચાઈઝી
SBI બેંકની ATM ફ્રેન્ચાઈઝી લઈને તમે નોકરી સાથે વધારાની કમાણી કરી શકો છો. વાસ્તવમાં, કોઈપણ બેંકના ATM એ બેંક દ્વારા લગાવવામાં આવતા નથી, પરંતુ આ માટે એક અલગ કંપની હોય છે, જે ફ્રેન્ચાઈઝી હેઠળ ATM લગાવે છે. બેંકો તેનો કોન્ટ્રાક્ટ આપે છે અને અલગ-અલગ સ્થળોએ એટીએમ લગાવવાનું કાર્ય સોંપે છે. તો આવો આપણે તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણીએ.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

SBI ATM ફ્રેન્ચાઈઝી મેળવવાની રીત
- આ માટે તમારે 50-80 ચોરસ ફૂટ જગ્યાની જરૂર રહેશે.
- ઉપરાંત, અન્ય એટીએમથી તેનું અંતર ઓછામાં ઓછું 100 મીટર હોવું જોઈએ.
- એટીએમની જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર અને સારી રીતે ધ્યાનમાં આવે તેવી જગ્યાએ હોવી જોઈએ.
- આ જગ્યાએ 24 કલાક વીજ પુરવઠો હોવો જોઈએ.
- 1 kW નું વીજળી કનેક્શન હોવું પણ ફરજિયાત છે.
- તેની ક્ષમતા દરરોજ લગભગ 300 વ્યવહારોની હોવી જોઈએ.
- એટીએમની જગ્યામાં કોંક્રિટની છત હોવી જોઈએ.
- V-SAT ઇન્સ્ટોલ કરવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.

SBI ATM ફ્રેન્ચાઈઝી માટે કેવી રીતે અરજી કરવી
જો તમે SBI ATM ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છો છો, તો તમે ફ્રેન્ચાઈઝી પ્રદાન કરતી કંપનીઓની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. Tata Indicash, Muthoot ATM અને India One ATM પાસે ભારતમાં ATM ઇન્સ્ટોલ કરવાના કરાર છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ખુશખબરી: BOB એ પોતાના ગ્રાહકો માટે મહત્વપુર્ણ સુવિધા બહાર પાડી, હવે ઘરે બેઠાં જ મળશે આ સુવિધાનો લાભ

ફ્રેન્ચાઇઝી માટે ઓફિશિયલ વેબસાઇટ
Tata Indicash – www.indicash.co.in
Muthoot ATM – www.muthootatm.com/suggest-atm.html
India One ATM – india1atm.in/rent-your-space

કેટલી કમાણી કરી શકાય છે
આ અંતર્ગત દરેક રોકડ વ્યવહાર પર 8 રૂપિયા અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા ઉપલબ્ધ છે. તદનુસાર, આમાં રોકાણ પર વાર્ષિક વળતર 33-50 ટકા સુધી છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે તમારા ATMમાંથી દરરોજ 250 ટ્રાન્ઝેક્શન છે, જેમાં 65 ટકા રોકડ અને 35 ટકા નોન-કેશ ટ્રાન્ઝેક્શન છે, તો તમારી માસિક આવક 45 હજાર રૂપિયાની નજીક હશે. જો 500 ટ્રાન્ઝેક્શન થશે તો 88-90 હજારનું કમિશન મળશે.