Top Stories
khissu

SBI ગ્રાહકો માટે રાહતના સમાચાર, બેંકે હટાવી દીધો છે આ ચાર્જ, હવે નહિ ચૂકવવા પડે વધારાના પૈસા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને વિવિધ બેંકિંગ સેવાઓ માટે વસૂલવામાં આવતા અનેક ચાર્જમાંથી એક રાહત મળી છે. SBIએ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર લાગતો SMS ચાર્જ હટાવી દીધો છે. SBIએ જણાવ્યું કે USSD સેવાઓનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ હવે કોઈપણ વધારાના શુલ્ક વિના સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

આ પણ વાંચો: ગામડાના લોકો માટે ખાસ ઉપયોગી પાવર જનરેટર... જાણો કયા મળશે ?

SBIએ ટ્વીટ કર્યું, "મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ હવે માફ! ગ્રાહકો હવે કોઈપણ વધારાના શુલ્ક વગર સરળતાથી વ્યવહાર કરી શકશે.” બેંકે વધુમાં કહ્યું કે ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વિના સેવાઓનો લાભ લઈ શકે છે, જેમાં નાણાં મોકલવા, નાણાંની વિનંતી કરવી, એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને UPI પિન બદલવાનો સમાવેશ થાય છે.

કોને થાય છે ફાયદો 
જેમની પાસે ફીચર ફોન છે તેમને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થશે. USSD અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટાનો ઉપયોગ સામાન્ય રીતે ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટની માહિતી તપાસવા માટે થાય છે. તેનો ઉપયોગ મોબાઈલ બેંકિંગ વ્યવહારોમાં પણ થાય છે. આ સેવા ફીચર ફોન પર કામ કરે છે. જેથી ફીચર ફોન ધરાવતા ગ્રાહકોને ફાયદો થશે. દેશના 1 બિલિયનથી વધુ મોબાઇલ ફોન વપરાશકર્તાઓમાંથી 65% થી વધુ હજી પણ ફીચર ફોન ગ્રાહકો છે.

 

ખોલો ઘરે બેઠા ખાતું 
ગ્રાહકોની સુવિધા માટે SBI એ ઘરે બેઠા સેવિંગ એકાઉન્ટ ખોલવાની સેવા શરૂ કરી છે. SBI તેના ગ્રાહકોને ડિજિટલ બચત ખાતું ખોલવાની મંજૂરી આપે છે, જેમાં ગ્રાહકોને તેમની નજીકની સ્થાનિક બેંકની મુલાકાત લેવાની જરૂર નથી. તેઓ કોઈપણ કાગળ વગર સરળતાથી તેમનું બેંક ખાતું ખોલાવી શકે છે. આ સુવિધા SBI દ્વારા YONO એપ દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે.

આ પણ વાંચો: આગામી 48 કલાક ભારે: ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘો?

તાજેતરમાં SBIએ તેના બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી માહિતી મુજબ, આ વધારા સાથે સંશોધિત દર હવે 13.45% છે. નવો દર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. આ વધારા બાદ આ બેન્ચમાર્ક સાથે જોડાયેલ બેંક લોન મોંઘી થઈ ગઈ છે.