khissu.com@gmail.com

khissu

આગામી 48 કલાક ભારે: ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘો?

આ મહિને રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. એવામાં આજે રાત્રે પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. પશ્ચીમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યની વાત કરીએ તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે.

આ પણ વાંચો: ગામડાના લોકો માટે ખાસ ઉપયોગી પાવર જનરેટર... જાણો કયા મળશે ?

આજે રાત્રે અને 19 સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.કચ્છ, જૂનાગઢ, પંચમહાલ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, પોરબંદર, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાંક વિસ્તારોમાં ભારે તો કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

આગામી 48 કલાક દરમિયાન દક્ષીણ ગુજરાત અને અન્ય કેટલાક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક જીલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ફ્રી રાશન લેનારાઓ માટે ખુશખબર! જુઓ અહીં સરકારે શું કરી જાહેરાત

નોંધનિય છે કે હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગૂજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસુ ગુજરાતમાં મોડું શરૂ થયું હોવાથી આ વર્ષે કદાચ નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે.