khissu

શુ તમે પણ ઈયરફોન નાખીને ગીત સાંભળો છો ?, થઈ જાઓ સાવધાન, હવે થશે આ બીમારી

ગીતો ના ગુણગાન કરવાનો અને સાંભળવાનો દરેક લોકોને શોખ હોય છે પરંતુ અમુક લોકોને ઈયરફોન લગાવીને હદ બારો ગીતો સાંભળવાનો શોખ હોય છે. તેઓ ગીતો સાંભળ્યા વગર એક દિવસ પણ રહી નથી શકતા. પરંતુ એ નથી જાણતા હોતા કે તેનાથી કેટલી મોટી અસર થઈ શકે તેમ છે.


અમે જણાવી દઈએ કે રોજ રોજ ઈયરફોન લગાવીને ગીતો સાંભળવાથી તમારા કાન તેમજ હૃદયને પણ નુકશાન થાય છે. એક રિસર્ચ પ્રમાણે કોઈ વ્યક્તિ ૨ કલાક કરતા વધુ સમય સુધી ૯૦ ડેસિબલ કરતા હાઈ વોલ્યુમ પર ગીતો સાંભળે તો તે બહેરાશ આવી જાય છે. આ એકદમ સાચું છે મિત્રો, કાનની સાંભળવાની ક્ષમતા ૯૦ ડેસિબલ સુધી જ હોય છે.


આમ, રોજ રોજ લાઉડ અવાજે ગીતો સાંભળવાથી કાનની સાંભળવાની ક્ષમતા ૪૦ થી ૫૦ ડેસીબલ થઈ જાય છે. ઈયરફોનમાંથી નીકળતી ઇલેકટ્રીક વેવ્સ મગજ પર ખરાબ અસર પહોંચાડે છે જેથી માથું દુખાવાની સમસ્યા પણ રહેશે. આ સાથે લાઉડ અવાજે ગીતો સાંભળવાથી હાર્ટ બીટ વધી જાય છે જેથી હાર્ટ એટેકનું પણ જોખમ રહેવા છે.