કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? ભાવમાં ધટાડો થશે કે વધારો ? જાણો અહી

કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? ભાવમાં ધટાડો થશે કે વધારો ? જાણો અહી

વૈશ્વિક બજારની તુલનાએ ભારતીય રૂનાં ભાવ સરેરાશ ઊંચા હોવાથી ચાલુ વર્ષે નિકાસ મોરચે મોટો ફટકો પડે તેવી સંભાવનાં દેખાય રહીછે અને તેની અસરે આગામી દિવસોમાં સ્થાનિક ભાવ નીચા આવે તેવી પણ સંભાવનાં દેખાય રહી છે.

આ પણ વાંચો: આવતા મહિને થઈ જશે 5 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

દેશમાં રૂની આવકો ધારણાંથી ઓછી આવી રહી છે અને ભાવ સરેરાશ નીચા થવા લાગ્યાં હોવાથી વેપારો પણ ઓછા છે. ખેડૂતો હાલના ભાવથી પણ બજારમાં માલ લાવવા તૈયાર નથી, પરિણામે તેની અસર બજાર ઉપર મોટી થઈ રહી છે.

રૂનાં વેપારીઓ કહે છે કે ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ ડિસેમ્બરની શરૂઆતમાં કપાસ-રૂની આવકોમાં વધારો થાય તેવી ધારણા છે અને ત્યાર બાદ ભાવ નીચા આવી શકે છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે ભારતીય રૂનાં ભાવ અત્યારે વૈશ્વિક ભાવની તુલનાએ ખાંડી દીઠ (૩૫૬ કિલો) રૂ.૬૦૦૦ જેટલા ઊંચા બોલાય રહ્યાં છે. પરિણામે હાલના ભાવથી કોઈ જ નિકાસ વેપારો નથી.

આ પણ વાંચો: બેંકોના આ નિયમો 12 ડિસેમ્બરથી બદલાશે, નહિ કરી શકો ટ્રાન્ઝેક્શન

સામાન્ય રીતે બલ્કમાં રૂનાં નિકાસ વાપરો ઓક્ટોબરથી જાન્યુઆરીનાં સમયગાળામાં થતી હોય છે પંરતુ ચાલુ વર્ષે ખાસ નિકાસ જ નથી. આ ચાર મહિનામાં આપણે ૬૦થી ૭૦ ટકા નિકાસ કરી લેતા હોય છીએ.

દેશમાંથી રૂની નિકાસ ચાલુ વર્ષ દરમિયાન ૩૦ લાખ ટનની માંડ થાય તેવી ધારણાં છે જે ગત સિઝન વર્ષમાં કુલ ૪૩ લાખ ટનની નિકાસ થઈ હતી. એક અન્ય રૂનાં નિકાસકારે જણાવ્યું હતું કે ભારતીય રૂનાં ભાવ પાંચથી છ ટકા જેટલા ઊંચા હોવાથી અત્યારે નિકાસમાં પેરિટી જ નથી.વિયેતનામ અને બાંગ્લાદેશનાં બાયરો અત્યારે અમેરિકાથી રૂની આયાત કરી રહ્યાં છે, જે ભારત કરતાં સસ્તુ રૂ સપ્લાય કરે છે, પરિણામે ભારતીય મિલો હરિફાઈમાં ટકી શકે તેમ નથી.

તા. 26/11/2022 શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17501850
અમરેલી11901828
સાવરકુંડલા17601840
જસદણ17401820
બોટાદ17401900
મહુવા15001799
ગોંડલ16011821
જામજોધપુર17001806
ભાવનગર16201819
જામનગર16151885
બાબરા17801902
જેતપુર15211911
વાંકાનેર16001880
મોરબી17001852
રાજુલા16501805
હળવદ16701818
વિસાવદર16521816
બગસરા17501833
જુનાગઢ16781772
ઉપલેટા17001810
માણાવદર16901860
ધોરાજી17461826
વિછીયા17501835
ભેંસાણ16001825
ધારી17251851
લાલપુર16501814
ખંભાળિયા17401813
ધ્રોલ16381805
પાલીતાણા16501800
હારીજ17001807
ધનસૂરા16501720
વિસનગર16001832
વિજાપુર16301823
કુકરવાડા17001777
ગોજારીયા17381780
હિંમતનગર15501826
માણસા16001794
કડી17001830
મોડાસા16501711
પાટણ17111811
થરા17501770
તલોદ17001791
સિધ્ધપુર17451813
ડોળાસા17441842
દીયોદર16501750
બેચરાજી16801825
ગઢડા17251800
ઢસા17301781
કપડવંજ14501575
ધંધુકા17451827
વીરમગામ17481793
જાદર17001825
જોટાણા165001751
ચાણસ્મા16901811
ભીલડી14001771
ઉનાવા16001845
શિહોરી17301805
લાખાણી15001765
ઇકબાલગઢ17051780
સતલાસણા16501750
ડીસા17001701