khissu.com@gmail.com

Top Stories
khissu

શરૂ કરો આ બિઝનેસ બારેમાસ રહેશે તેજી, થશે લાખોની કમાણી

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ લોકોની પસંદગી અને જરૂરિયાતો પણ બદલાઈ રહી છે તેથી નવા નવા બિઝનેસ શરૂ થવા લાગ્યા છે. આજકાલ પેપર નેપકિનની બહુ માગ વધી રહી છે. તેથી જો તમે પેપર નેપકિન્સના બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો સરકાર પણ આ બિઝનેસ શરૂ કરવામાં મદદ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તમે પેપર નેપકિન્સ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટ કરીને મોટી કમાણી કરી શકો છો.

નોંધનિય છે કે વર્તમાન સમયમાં ટિશ્યુ પેપર એટલે કે નેપકીનનો ઉપયોગ સર્વસામાન્ય બની ગયો છે. હાથ અને મોં સાફ કરવા માટે ટિશ્યુ પેપરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આમ જોઈએ તો દરેક રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબા, ઓફિસ, હોસ્પિટલમાં ટીસ્યૂ પેપરનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી જ અમે તમને ટિશ્યુ પેપરનો બિઝનેસ શરૂ કરવા માટે જણાવી રહ્યા છીએ.

આ ધંધામાં કેટલું રોકાણ થશે
નોંધનિય છે કે, જો તમે પેપર નેપકીન એટલે કે ટિશ્યુ પેપરના મેન્યૂફેક્સરિંગ યૂનિટ સ્થાપવા માંગતા હોય તો તમારે લગભગ 3.50 લાખ રૂપિયાની જરૂર પડશે આ પછી વધારાની રકમ માટે તમે મુદ્રા યોજના દ્વારા લોન પણ લઈ શકો છો. તમારી પાસે રૂ. 3.50 લાખ હશે, તો તમને બેન્ક તરફથી રૂ. 5.30 લાખ સુધીની ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોન તરીકે લગભગ રૂ. 3.10 લાખ મળશે.

જો ઉત્પાદનની વાત કરીએ તો 1 વર્ષમાં 1.50 લાખ કિલો પેપર નેપકિનનું ઉત્પાદન આરામથી થઈ શખે છે. તે લગભગ 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચી શકાય છે. એટલે કે, તમે માત્ર 1 વર્ષમાં લગભગ 97.50 લાખ રૂપિયાનું ટર્નઓવર આરામથી કરી શકો છો. જો આમાં તમામ ખર્ચ કાઢીને નફાની ગણતરી કરીએ તો તમને વાર્ષિક 10-12 લાખ રૂપિયા મળી શકે છે.