Top Stories
ખુશખબર! હવે 12 ભણેલો વ્યક્તિ પણ કરી શકશે મેડિકલનો બિઝનેસ, સરકારે નિયમો બદલ્યા

ખુશખબર! હવે 12 ભણેલો વ્યક્તિ પણ કરી શકશે મેડિકલનો બિઝનેસ, સરકારે નિયમો બદલ્યા

કેટલાક બિઝનેસ એવા હોય છે જે કોઈપણ વ્યક્તિ કરી શકતા નથી. જેના માટે તમારી પાસે તે વ્યવસાયને લગતી ભણતરની ડિગ્રી ઉપરાંત તે વ્યવસાયનું લાઈસન્સ હોવું જરૂરી છે. પ્રોફેસનલ વ્યક્તિ જ તે ધંધો કરી શકે છે, આ બિઝનેસમાં મેડિકલ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આ બિઝનેસ માટે તમારી પાસે લાયસન્સની સાથે સાથે તેને લગતો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

પરંતુ હવે તમારા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, હવે 12મું પાસ કર્યા બાદ હવે કોઈપણ વ્યક્તિ આ વ્યવસાયમાં પ્રવેશ કરી શકશે. પરંતુ આ માટે એક વર્ષનો અનુભવ જરૂરી છે.

નોંધનિય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોસ્મેટિક્સ એન્ડ ડ્રગ્સ એક્ટના મેડિકલ ડિવાઇસીસના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવે 12મું પાસ વ્યક્તિ પણ મેડિકલ બિઝનેસના ક્ષેત્રમાં ઉપકરણોની ખરીદી અને વેચાણ કરી શકશે. આ પહેલા આ વ્યવસાય માટે ફાર્માસિસ્ટની ડિગ્રી જરૂરી હતી. પરંતુ હવે તેની જરૂર નહીં પડે તેમજ હવે લાયસન્સ બનાવવાની પણ જરૂર નહીં પડે. હવે મેડિકલ ઉપકરણોના વેચાણ માટે માત્ર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

તબીબી ઉપકરણોના નિયમો 2017માં સુધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હવે 2017ના નિયમોમાં સુધારો કરીને લાયસન્સ વિના તબીબી ઉપકરણોની ખરીદી અને વેચાણની મંજૂરી આપી છે. પરંતુ આ માટે તેમની પાસે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

સુધારાની અસર શું છે
કોરોના રોગચાળા દરમિયાન, તબીબી ઉપકરણોનો અભાવ હતો, જેના કારણે સારવાર સંબંધિત સમસ્યા થતી. આનો ફાયદો ઉઠાવીને ઠગ લોકો નકલી અને ડુપ્લીકેટ સામાનો બજારોમાં વેચતા હતા. અને નાની નાની બાબતો માટે ઉંચા ભાવો વસૂલવા લાગ્યા હતા. પ્રિવેન્ટિવ વેર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (PWMAI) ના પ્રમુખ સંજીવ રિલ્હાને કહ્યું કે આ નિયમમાં ફેરફાર સાથે મેડિકલનો વેપાર સરળતાથી થઈ શકશે અને બજારમાં આ વસ્તુઓની કોઈ કમી રહેશે નહીં.

આ બિઝનેસ શરૂ કરવા શું કરવું પડશે
જો તમે આ વ્યવસાયમાં જોડાવા માંગતા હો, તો તમારે જે તે રાજ્યના નિયમનકાર પાસે નોંધણી કરાવવી પડશે. આ નોંધણી પછી, તમે ડાયગ્નોસ્ટિક, ઓક્સિમીટર, ઇન્ફ્રા-રેડ થર્મોમીટર અને PPE જેવી વસ્તુઓ વેચી શકશો. ભારત વિશ્વભરમાં તબીબી ઉપકરણો માટે ટોપ-20 બજારોમાં સામેલ છે. IBEFનું અનુમાન છે કે બજારમાં 2025માં 37% સીએજીઆરથી વધીને 50 અરબ ડોલર સુધી પહોંચી શકે છે, જે 2020માં 75,611 કરોડ ડોલર (10.36 અરબ ડોલર) હતો.CAGR થી વધીને $50 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.