ગરીબોની કસ્તુરી કહેવાતી ડૂંગળી ન માત્ર સલાડમાં ખલાય છે પરંતુ મોટા ભાગની સબ્જીનો ટેસ્ટ વધારવા તેનો ઉપયોગ થાય છે. ડુંગળી રસોડામાં ખૂબ જ ખાસ વસ્તુઓમાંની એક છે. જ્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચવા લાગે છે ત્યારે ઘણી વખત ડુંગળી રસોડામાંથી ગાયબ થઈ જાય છે. આવી સ્થિતિમાં ડુંગળીની પેસ્ટની માંગ વધી જાય છે. તેથી જો તમે કોઈપણ વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તમે ડુંગળીની પેસ્ટનો વ્યવસાય શરૂ કરી શકો છો.
ડુંગળીની પેસ્ટ બનાવવાનો બિઝનેસ
આ તમારા માટે આ સારો આઈડિયા સાબિત થઈ શકે છે. સરળ ટેક્નોલોજીને કારણે, કોઈપણ તેનું યુનિટ સેટ કરી શકે છે અને સારી કમાણી કરી શકે છે. નોંધનિય છે કે, દેશમાં ડુંગળીનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકમાં થાય છે. મહારાષ્ટ્રના લાસલગાંવમાં ડુંગળીનું સૌથી મોટું બજાર જોવા મળે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીની પેસ્ટ બનાવવાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.
આ યુનિટ શરૂ કરવામાં કેટલો ખર્ચ થશે
ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ ડુંગળીની પેસ્ટ બનાવવાના વ્યવસાય પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ હિસાબે આ બિઝનેસ 4.19 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે પૈસા નથી, તો તમે સરકારની મુદ્રા સ્કીમમાંથી લોન લઈને આ બિઝનેસ શરૂ કરી શકો છો.
કુલ ખર્ચ 4,19,000 રૂપિયા
KVICની એક રિપોર્ટ મુજબ ડુંગળીની પેસ્ટ મેન્યૂફેક્ચરિંગ યૂનિટ લગાવવાનો કુલ ખર્ચ 4,19,000 રૂપિયા આવે છે. આમાં, બિલ્ડિંગ શેડના બાંધકામ પર રૂ. 1 લાખ અને સાધનો (ફ્રાઈંગ પાન, ઓટોક્લેવ સ્ટીમ કૂકર, ડીઝલ ભઠ્ઠી, સ્ટરલાઈજેશન ટાંકી, નાના વાસણો, મગ, કપ વગેરે) પર રૂ. 1.75 લાખનો ખર્ચ થશે. આ સિવાય બિઝનેસ ચલાવવા માટે 2.75 રૂપિયાની જરૂર પડશે. આ યુનિટ દ્વારા એક વર્ષમાં લગભગ 193 ક્વિન્ટલ ડુંગળીની પેસ્ટનું ઉત્પાદન કરી શકાય છે. 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે તેની કિંમત 5.79 લાખ રૂપિયા થશે.
આ રીતે માર્કેટિંગ કરો
એકવાર ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને વધુ સારી રીતે પેક કરો. આજકાલ પ્રોડક્ટ ડિઝાઇનર પેકિંગ પર વેચાય છે. તમે તેના વેચાણ માટે માર્કેટિંગની મદદ લઈ શકો છો. આ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય જો તમારી પાસે બજેટ હોય તો તમે કંપનીની વેબસાઈટ બનાવીને તમારી પ્રોડક્ટનો પ્રચાર કરી શકો છો.
આ બિઝનેસમાં કેટલી કમાણી થશે
રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો તમે પૂરી ક્ષમતા પર ડુંગળીની પેસ્ટનું ઉત્પાદન કરો છો, તો તમે એક વર્ષમાં 7.50 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. જો આમાંથી તમામ ખર્ચને બાદ કરવામાં આવે તો કુલ સરપ્લસ રૂ. 1.75 લાખ થશે. જેમા અંદાજિત ચોખ્ખો નફો 1.48 લાખ રૂપિયા હોઈ શકે છે.