Top Stories
khissu

ઓછા રોકાણે શરૂ કરો 5 બિઝનેસ, નોકરી કરતા વધુ થશે કમાણી

જો તમે નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવા માગો છો પરંતુ આર્થિક સંકડામણને કારણે આવું નથી કરી શકતા તો તો આજે અમે તમને એક સરસ આઈડિયા આપીશું. શું તમે પણ ઓછા પૈસામાં બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? શું તમારે પણ નફાકારક વ્યવસાય કરવો છે. તો અમે તમારા માટે એક એવો બિઝનેસ આઈડિયા લાવ્યા છીએ, જ્યાં ઓછા પૈસાના રોકાણે સારી કમાણી કરી શકો છો. અમે જે વ્યવસાયની વાત કરી રહ્યા છીએ તેની માંગ દરેક જગ્યાએ છે.

વિડીયોગ્રાફી
વર્તમાન સમયમાં લગ્ન, જન્મદિવસની પાર્ટીની વીડિયોગ્રાફીનું ચલણ વધી ગયું છે. આવી સ્થિતિમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીના બિઝનેસમાં ઘણી કમાણી થવાની શક્યતા વધી ગઈ છે. જો તમે આ બિઝનેસમાં રસ ધરાવો છો તો તમારે હાઇ રિઝોલ્યુશન કેમેરા, ટ્રાઇપોડ અને લાઇટિંગની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે વિડીયોગ્રાફીની સાથે લગ્ન અને જન્મદિવસની પાર્ટીઓમાં પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો તમે સારો ડ્રોન પણ ખરીદી શકો છો.

કોચિંગ સેન્ટર
જો તમે બાળકોને ભણાવવાના શોખીન છો, તો તમે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી શકો છો અને હોમ ટ્યુટર પણ બની શકો છો. તમને જણાવી દઈએ કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન ટીચિંગ ક્લાસનું ચલણ ઘણું વધી ગયું છે. તમે આમાં ઓછા રોકાણે સારી કમાણી કરી શકો છો. તમે 10 હજારથી 1 લાખ રૂપિયાના રોકાણ સાથે શહેર અને ગામમાં કોચિંગ સેન્ટર ખોલી શકો છો.

મોબાઇલ શોપ બિઝનેસ
આજના યુવાનો તેમના મોબાઈલ વોલેટ દ્વારા રિચાર્જ કરે છે. પરંતુ તેમ છતાં દેશમાં હજુ પણ કેટલાક લોકો એવા છે જે રિચાર્જની દુકાનમાંથી રિચાર્જ કરાવે છે. આવી સ્થિતિમાં મોબાઈલ રિચાર્જ શોપનો બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકાય છે. તો બીજી તરફ, જો તમે મોબાઇલને રિપેરિંગ કરવાનું શીખી લો તો આ વ્યવસાય શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે રિચાર્જની સાથે સાથે તમે મોબાઈલ વેચવાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો, રોજે રોજ નવા નવા મોબાઈલ માર્કેટમાં આવતા રહે છે જેની માગ પણ રહે છે. આજકામ મોબાઈલ શોપ દ્વારા સારી કમાણી કરી શકાય છે.

ટિફિન સર્વિસ
મોટા શહેરોમાં એવા ઘણા લોકો છે જે સિંગલ રહે છે. જેમા વિદ્યાર્થીઓથી માંડીને નોકરિયાત વર્ગ સામેલ છે. હવે આ લોકોને સૌથી મોટી સમસ્યા ભોજનની છે. આવી સ્થિતિમાં તમે ટિફિન સર્વિસ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસની સૌથી સારી બાબત એ છે કે તેને તમે ઘરે બેઠા જ શરૂ કરી શકો છો.

ટેલરિંગ વ્યવસાય
આજના યુવાનો ફેશનની બાબતમાં ખૂબ જ અલગ રીતે વિચારે છે. તે આજના ટ્રેન્ડ અને ફેશનને ફોલો કરે છે અને તેની પસંદગી અને ડિઝાઇનના કપડાં પહેરે છે. આવી સ્થિતિમાં, તમે તેમની પસંદગીના કપડાં બનાવી આ સારી કમાણી કરી શકો છો. આમાં કમાણી કરવાની સારી તક છે. આ બિઝનેસ ખૂબ જ ઓછી મૂડીથી પણ શરૂ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ બિઝનેસ છોકરીઓ અને મહિલાઓ માટે પરફેક્ટ છે. તેઓ ઘરે બેસીને આ કામ કરી શકે છે. આ કામ માટે તમારે ફેશનની થોડી સેન્શ હોવી જરૂરી છે. નવી નવી ડિઝાઈનના કપડા બનાવી તમે સારી કમાણી કરી શકો છો.