Top Stories
khissu

આ મહિલા ખેડૂતે 500 રૂપિયાના રોકાણે ઉભો કરી દીધો કરોડોનો બિઝનેસ

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતીમાં હાલના સમયમાં નવી નવી ટેકનિકો દ્વારા ખેતી કરવામાં આવે છે. જેના દ્વારા લોકો સારી કમાણી કરી પોતાનું નશીબ બદલી શકે છે. નોંધનિય છે કે, આપણા દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમણે અનોખી ખેતી કરીને સારી કમાણી કરી છે.

તો આજે અમે તમને એક એવા મહિલા ખેડૂત વિશે જણાવીશું જેમણે ઓછા રોકાણે ખેતી કરી અને સારી કમાણી કરી છે. આ મહિલા ખેડૂતનું નામ ઠે કૃષ્ણ યાદવ, જેમણે માત્ર 500 રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે તેમણે કરોડોના ટર્નઓવર સાથે ચાર કંપનીઓ બનાવી છે. તેમની આ સફર દરેક લોકો માટે એક પ્રેરણાદાયી છે.

કેવી રહી કૃષ્ણ યાદવની સફર
તમને જણાવી દઈએ કે, મહિલા ખેડૂત કૃષ્ણા યાદવ મૂળ બુલંદશહરના રહેવાસી છે. તેમની જર્ની વિશે વાત કરીએ તો તેમના પતિ ગોવર્ધન યાદવને વર્ષ 1995-96 દરમિયાન વ્યવસાયમાં ભારે નુકસાન થયું ત્યારે તેઓ ઉત્તર પ્રદેશથી હરિયાણાના ગુરુગ્રામમાં રહેવા માટે આવી ગયા. અહીં કૃષ્ણા યાદવે થોડી જમીન લઈ પતિ સાથે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.

આ દરમિયાન વર્ષ 2001માં એક ઓળખીતાની સલાહ પર કૃષ્ણા યાદવે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉજવા ખાતે ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજીની ત્રણ મહિનાની તાલીમ લીધી. આ પછી તેણે પોતાના ખેતરના શાકભાજીમાંથી અથાણું બનાવવાનું શરૂ કર્યું.

નોંધનિય છે કે, કૃષ્ણા યાદવે આ કામ શરૂ કરવા માટે માત્ર 500 રૂપિયાનું રોકાણ કર્યું હતું. ક્રૃષ્ણાના પતિ આ અથાણું વેચવા માટે રસ્તાની બાજુમાં ઉભા રહેતા હતા. જેને જોઈને ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા, તેમ છતા તેઓ હિંમત ન હાર્યા અને તેમની કામગીરી ચાલુ રાખી. જો કે તેમની હિંમત રંગ લાવી અને તેમનો બિઝનેસ વધવા લાગ્યો હવે જે લોકો તેમની ઠેકડી ઉડાવતા હતા તે પ્રશંસા કરવા લાગ્યા.

ત્યાર બાદ 3 હજાર રૂપિયાનું રોકાણ કરીને તેણે 100 કિલો આંબળાનું અથાણું અને 5 કિલો મરચાનું અથાણું તૈયાર કર્યું. આ વેચીને તેને 5250 રૂપિયાની કમાણી કરી. નોંધનિય છે કે, કૃષ્ણ યાદવ અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવા માટે પોતાના ખેતરમાં ઉગાડવામાં આવતી શાકભાજીનો જ ઉપયોગ કરે છે. તેઓએ કોઈપણ રસાયણોનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદનો તૈયાર કરે છે. જેમ લોકો તેમના ઘરમાં પ્રમાણસર તેલ વાપરે છે એજ રીતે તેઓ અથાણામાં તેલ વાપરે છે.

તેમના અથાણા સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત થવા લાગ્યા હતા. આ પછી જ્યારે ધંધો વધ્યો તો તેણે અન્ય ખેડૂતોને સારા બિયારણ આપીને પોતાની રીતે શાકભાજી ઉગાડવા માટે સલાહ આપી. ત્યાર બાદ તેમના વ્યવસાયમાં ઘણી મહિલાઓ પણ જોડાઈ છે અને તેઓ આત્મનિર્ભર બની છે. જેમ જેમ અનુભવ વધતા લાગ્યો તેમ તેમ  નવા નવા પ્રકારના અથાણાં બનાવવા લાગ્યા અને તેને જથ્થાબંધ ઓર્ડર મળવા લાગ્યા. આજે કૃષ્ણા યાદવ ચાર કંપનીઓની માલકિન છે. તેમની કંપનીઓનું ટર્નઓવર કરોડોમાં છે. તમને જણાવી દઈએ કે, ક્રિષ્ના પિકલ્સ કંપની 150થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે અને મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ અને પીએમ મોદી કરી ચૂક્યા છે સન્માનિત
તમને જણાવી દઈએ કે, ક્રૃષ્ણા યાદવને તેમની આ સફર અંગે વર્ષ 2014માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ICAR દ્વારા NG રંગ કૃષિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ તેમનું સન્માન કર્યું છે. એટલું જ નહીં પંજાબ યુનિવર્સિટી દ્વારા પણ તેમું સન્માન કરવામાં આવ્યુ છે. આમ 500 રૂપિયાની મામુલી રકમથી શરૂ કરેલો આ બિઝનેસ કરોડોના ટર્મઓવરમાં પહોંચી ગયો છે.