Top Stories
khissu

ગામડે બેઠા બેઠા શરૂ કરો આ 4 બિઝનેસ, લાખોમાં થશે કમાણી

દરેક વ્યક્તિ ધનવાન બનવા માગે છે. જો તમે પણ સામાન્ય નોકરી છોડી ધંધો કરવા માગતા હોય તો અમે તમને તેના વિશે આજે આ લેખમાં જણાવીશું. કારણ કે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે તેના વિશે ઉંડા અભ્યાસની જરૂર રહે છે. તેથી આજે અમે તમને જે બિઝનેસ વિશે જમાવીશું તે તમે તમારા ગામડે બેઠા બેઠા કરી શકો છે અને સારી કમાણી મેળવી શકો છો. તો ચાલો જાણીએ એવા બિઝનેસ જે તમને બનાવશે લાખોપતિ.

ફૂલોની ખેતી
વર્મમાન સમયમાં ફૂલોની ખુબ માગ વધી છે. ફૂલોનો ઉપયોગ મંદિર,લગ્ન, ઉપરાંત કોઈ રિસેપ્સન અને હાર બનાવવામાં થાય છે. ફ્લાવર બિઝનેસ શરૂ કરવા માટે તમારો કોઈ મોટા રોકાણની પણ જરૂર નહીં પડે અને સારી આવક મેળવી શકો છો. ફૂલોની બારે માસ માગ રહે છે.

પોલ્ટ્રી ફાર્મિંગ (poultry farming)
મુરઘી ઉછેર(poultry farming) દ્વારા પણ સારી કમાણી કરી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 1 લાખ રૂપિયાની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે આ બિઝનેસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સબસિડી પણ આપે છે. આ ઉપરાંત હાલના સમયમાં ગામમાં આ વ્યવસાયની ઘણી માંગ છે. જેના દ્વારા તમે સરળતાથી મોટો નફો કમાઈ શકો છો.

કેળાની ખેતી
બીજા બિઝનેસ અંગે વાત કરીએ તો તમે કેળાની ખેતી દ્વારા સારી આવક રળી શકો છે. જો તમે ગામડામાં રહો છો તો તમે આમાંથી સારોમાં સારો નફો મેળવી શકો છો. કેળાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક છે. નોંધનિય છે કે, દોઢ એકરમાં કેળાની ખેતીનું ઉત્પાદન તમને 3 લાખ રૂપિયા સુધીનો નફો કરાવી શકે છે. નોંધનિય છે કે કેળા બારેમાસ લોકો ઘરમાં ખાવામાં આવે છે.

પપૈયાની ખેતી
આપણે સૌ પ્રથમ પપૈયાની ખેતી વિશે વાત કરીએ, જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છે. તેને તમે તમારી જમીનમાં સરળતાથી ઉગાડી પણ શકો છો. આ માટે 2 એકર જમીન પૂરતી છે. જેમાં તમે ખેતી સરળતાથી કરી શકો છો. એક અંદાજ મુજબ એક એકર ખેતરમાંથી 18 થી 20 લાખ રૂપિયાની આવક થઈ શકે છે. આ ઉપરાંત આ ખેતીમાં વધુ રોકાણની પણ જરૂર પડતી નથી.