મગફળી અને સોયાબીનના બિયારણના ફોર્મ શરૂ, જાણી લો તેના બજાર ભાવ

મગફળી અને સોયાબીનના બિયારણના ફોર્મ શરૂ, જાણી લો તેના બજાર ભાવ

મહિનાના પ્રારંભ સાથે ખેડૂતો ખરીફ બીજનો વેંત કરવા લાગતા હોય છે. ખેડૂતોની પહેલી પસંદગી સર્ટિફાઇડ બિયારણોની રહેતી હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક અને મેગાસીડ પ્રોજેMણિત ટ્રૂથફૂલ બિયારણનું ઓનલાઇન વેચાણ કરવામાં આવશે. જેના માટે ગુજરાતનો કોઇપણ ખેડૂત નોંધણી કરી શકે છે. અરજી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઇટ www.jau.in ઉપર તા.16 થી તા.25, એપ્રિલ સુધી નોંધણી કરી શકાશે. ઓન લાઇન-ફોન લાઇનમાં ટપ્પો ન પડે, તો ગ્રામ પંચાયતમાં બેસતા કોમ્પ્યુટર ઓપરેટર પાસે પહોંચી જવાનું, તમને આ બાબતે 
મદદરૂપ થઇ શકશે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા પાસેથી લોન લેવી થશે મોંઘી, બેંકે MCLR માં કર્યો વધારો

ખેડૂતો મગફળી અને સોયાબીન પાકમાંથી કોઇપણ એક પાકનું બિયારણ મેળવવા અરજી કરી શકશે. અરજી મંજૂર થયે અરજીમાં રજીસ્ટર થયેલ મોબાઇલ નંબર પર બિયારણના વેંચાણ અંગેની SMS દ્રારા જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન ખાતે લેવા આવવાનું રહેશે. એક અરજી દીઠ વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ (પ્રતિ બેગ 30 કિલો) ડોડવા અને સોયાબીનમાં 5 બેગ (પ્રતિબેગ 25 કિલો) મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો: ડુંગળી: ઘઉં સર્વે- ખેડૂતો માટે ખુશીના સમાચાર, આવકો ઘટતા ભાવમાં વધારો, નિષ્ણાંતોનાં મતે ભાવમાં હવે ભાવ ઘટશે કે વધશે?

 ગત વર્ષે 1100 ક્વિન્ટલ મગફળી અને 100 ક્વિન્ટલ સોયાબીનનું વેંચાણ કરાયું હતું. આ વર્ષે 2,047 ક્વિન્ટલ મગફળી અને 200 ક્વિન્ટલ સોયાબીનની નોંધણી કરાવનાર ખેડૂતોને વેંચાણ કરવામાં આવશે. કંઇ ન સમજાયતો 0285- 2675070 નંબર પર ખેડૂત સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: બેંક શાખાઓ આ અઠવાડિયે 4 દિવસ રહેશે બંધ, જોઇ લો આ યાદી

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1620

2420

જીરું 

2500

3900

રાયડો 

1000

1185

ચણા 

850

1011

મગફળી ઝીણી 

970

1140

મગફળી જાડી 

1015

1285

ધાણા 

2000

2440

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર 

800

1221

મેથી 

776

1251

રાય 

1101

1191

લસણ 

100

546

વરીયાળી 

1601

1751

મરચા સુકા 

1251

5601

તલ 

1001

2211

ડુંગળી 

26

161

સોયાબીન 

1350

1466

મગ 

951

1451

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1844

2455

ઘઉં લોકવન 

434

475

ઘઉં ટુકડા 

442

511

જુવાર સફેદ 

470

611

બાજરી 

275

440

તુવેર 

1000

1240

ચણા પીળા 

902

948

અડદ 

850

1475

મગ 

1250

1450

વાલ દેશી 

850

1631

વાલ પાપડી 

1550

1780

ચોળી 

950

1670

કળથી 

765

975

સિંગદાણા 

1625

1750

મગફળી જાડી 

1000

1325

મગફળી ઝીણી 

1025

1255

સુરજમુખી 

1050

1250

એરંડા 

1100

1380

અજમો 

1650

2290

સુવા 

1050

1250

સોયાબીન 

1454

1500

સિંગફાડા 

1100

1660

કાળા તલ 

1900

2322

લસણ 

170

480

ધાણા 

2300

2450

જીરું 

3300

4200

રાઈ 

1200

1325

મેથી 

1010

1192

ઇસબગુલ 

2200

2425

રાયડો 

1125

1220

ગુવારનું બી 

1200

1230