khissu

ડુંગળી: ઘઉં સર્વે- ખેડૂતો માટે ખુશીના સમાચાર, આવકો ઘટતા ભાવમાં વધારો, નિષ્ણાંતોનાં મતે ભાવમાં હવે ભાવ ઘટશે કે વધશે?

ડુંગળીની બજારમાં આવકનો બ્રેક લાગી હોવાથી ભાવમાં ઘટાડ્યો અટ્કયો હતો. બીજી તરફ મહુવા યાર્ડમાં સારી ક્વોલિટીમાં બજારમાં રૂ.૧૦નો સુધારો થયો હતો. રાજકોટ-ગોંડલમાં પણ સરેરાશ બજારો સારી હતી.

ડુંગળીનાં વેપારીઓ કહેછે કે અત્યારે આવકો પુષ્કળ છે અને સામે લેવાલી દેખાતી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય છે, પંરતુ જો આવકો ઘટશે તો બજારમાં સુધારો આવશે. અમુક સારી ક્વોલિટીની ડુંગળી આવી જાય તો બજારમાં ચમકારો ક્યારેક આવી જાય છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

મહુવામાં લાલ ડુંગળીની બુધવારે ૧૦ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૫૦થી ૨૧૦નાં હતાં. જ્યારે સફેદમાં ૭૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૮૭થી ૨૦૨નાં હતાં.

રાજકોટમાં ડુંગળીની કૂલ ૨૩૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૫૦થી ૨૦૦નાં જોવા મળ્યાં હતાં.

ઘઉંનાં ભાવ હવે વધશે?
અત્યારે ઘઉંના ભાવો સારા ગણી શકાય, જેથી ખેડૂતોએ ઘઉંનું વેંચાણ કરી દેવું જોઈએ. આગળ જતાં ભાવ નીચા જાય તો ઓછા ભાવ ઘઉં વેંચવો ના પડે. હાલ ઘઉંની બજાર સારી ચાલી રહી છે તેનું મુખ્ય કારણ ઓછું વાવેતર તેમજ યુક્રેન રશિયા યુદ્ધ છે. મહુવા માર્કેટ યાર્ડમાં ગઈકાલે ઘઉંના ભાવ 700 રૂપિયા ને પાર બોલાયા હતા, ત્યારે બીજા માર્કેટ યાર્ડોમાં ભાવ 500 રૂપિયાથી નીચે નથી. 

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રુપમાં શેર કરો અને હા દરરોજના બજાર bhav જાણવા અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેથી અમે માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ.