સોરાષ્ટ્ર અને કડીમાં શુક્રવારે વાદળછાંયું વાતાવરણ હતું પણ વરસાદ કયાંય નહોતો આથી જીનર્સોની લેવાલી જળવાયેલી હતી અને આવકો હજુ જોઇએ તેવી વધતી નથી. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ બેસ્ટ લોકલ કપાસના રૂા.૨૦૧૦ થી ૨૦૩૫ અને મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના રૂા.૧૯૨૦ થી ૧૯૩૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હજુ બેસ્ટ કપાસ બધાને લેવો છે કારણ કે સુપર બેસ્ટ રૂ ઊંચામાં રૂા.૭૪,૦૦૦ થી ૭૪,૫૦૦ સુધી ખપી જાય છે જ્યારે મિડિયમ અને હલકું રૂ જલ્દી ખપતું નથી. સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા સારી કવોલીટીનો કપાસ રૂા.૨૦૦૦થી નીચે મળતો નથી. કડીમાં કપાસની આવક આજે બધું મળીને ૨૫૦ થી ૨૮૦ ગાડી જ હતી. મહારાષ્ટ્રની આવક થોડી વધી હતી પણ કાઠિયાવાડના કપાસની આવક સતત ઘટી રહી છે. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૪૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામા રૂા.૨૦૩૦-૨૦૪૦ બોલાતા હતા. કડીમાં સવારે કપાસ મણે રૂા.૧૦ થી ૧૫ સુધર્યો હતો પણ બપોર બાદ રૂા.૫ થી ૧૦ ઘટયો હોઇ ઓવરઓલ દિવસ દરમિયાન કપાસ મણે રૂા.૫ સુધર્યોહતો.
સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ-વાદળછાયું વાતાવરઅને કચ્છમાં તો બરફનાં કરા પડ્યાહોવાનાં સમાચારથી મગફળીની આવકોને સતત બીજા દિવસે અસર પહોંચી હતી. રાજકોટમાં મગફળીની હરાજી આજે પણ બંધ રહી હતી. ગોંડલમાં શુક્રવારે રાત્રે નવી આવકો કરવાનાં હતાં, જે શનિવારે હરાજી થશે. જોકે વેપારીઓ કહે છેકે મગફળીની આવકો ગોંડલમાં ૫૦થી ૬૦ હજાર ગુણી આસપાસ માંડ થાય કે તેનાંથી પણ ઓછી થાય તેવી સંભાવનાં છે.મગફળીનાં વેપારીઓ કહે છે કે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને ભાવ ટકેલા રહ્યાં હતાં. મગફળીની રેગ્યુલર આવકો કે વેપારો સમવારથી શરૂ થાય તેવી ધારણાં છે. હવામાન ખાતાએ હજી શનિવારે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી હતી, જેને પગલે મગફળીની આવકો શનિવારે પણ ખાસ ન વધે તેવી ધારણાં છે.
બાજરીનાં ભાવમાં ટૂંકી વધઘટજોવા મળી હતી. ઠંડી હજી જોઈએ એવી પડતી નથી અન વરસાદી માહોલ હોવાથી બાજરીની ઘરાકી હાલમાં ઠંડી પડી ગઈ છે. બાજરીમાં દેશાવરની આવકો પણ બે દિવસથી ઓછી થઈ રહીછે, પંરતુ બજારને ટેકો મળતો નથી. વેપારીઓ કહે છે કે બાજરીનાં ભાવ ચાલુ મહિના દરમિયાન સરેરાશ આસપાટી આસપાસ ટકી રહે તેવી સંભાવનાં છે. ડીસામાં બાજરીની ૨૭૬ બોરીની જ આવક હતી અને ભાવ રૂ.૩૨૫થી ૪૨૮નાં હતાં.રાજકોટમાં બાજરીની ૫૦ કટ્ટાની આવક હતીઅને ભાવ રૂ.૨૯૦થી ૪૨૮નાં હતાં. જ્યારે બિલ્ટીનો ભાવ રૂ.૨૦૦૦થી ૨૧૦૦ નો હતો.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2025 |
બાજરો | 336 | 410 |
જીરું | 2100 | 3000 |
ઘઉં | 350 | 430 |
ચણા | 750 | 918 |
તુવેર | 1100 | 1251 |
એરંડા | 1000 | 1105 |
અડદ | 500 | 1250 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1858 |
ઘઉં લોકવન | 375 | 418 |
ઘઉં ટુકડા | 380 | 425 |
ચણા | 750 | 912 |
અડદ | 1080 | 1242 |
તુવેર | 1070 | 1289 |
મગફળી ઝીણી | 900 | 1032 |
મગફળી જાડી | 750 | 1114 |
સિંગફાડા | 1000 | 1210 |
તલ | 1700 | 2030 |
તલ કાળા | 1800 | 2140 |
જીરું | 2400 | 3122 |
ધાણા | 1350 | 1855 |
મગ | 1000 | 1200 |
સોયાબીન | 1000 | 1310 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1520 | 2054 |
ઘઉં લોકવન | 402 | 426 |
ઘઉં ટુકડા | 410 | 470 |
જુવાર સફેદ | 360 | 601 |
બાજરી | 285 | 421 |
તુવેર | 1011 | 1246 |
મગ | 1001 | 1434 |
એરંડા | 1131 | 1170 |
અજમો | 1350 | 2060 |
સોયાબીન | 1140 | 1321 |
કાળા તલ | 1810 | 2511 |
લસણ | 150 | 350 |
ધાણા | 1460 | 1710 |
જીરૂ | 2950 | 3174 |
રાય | 1400 | 1550 |
મેથી | 1050 | 1250 |
ઈસબગુલ | 1650 | 2190 |
ગુવારનું બી | 1100 | 1140 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2000 |
મગફળી | 801 | 1306 |
ઘઉં | 385 | 411 |
જીરું | 2950 | 3200 |
એરંડા | 1130 | 1176 |
ગુવાર | 1050 | 1176 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 2041 |
ઘઉં | 396 | 466 |
જીરું | 2270 | 3200 |
એરંડા | 1090 | 1146 |
તલ | 1770 | 1968 |
મગફળી ઝીણી | 840 | 1414 |
અડદ | 400 | 1270 |
ગુવારનું બી | - | - |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1140 | 2060 |
મગફળી | 850 | 1050 |
ઘઉં | 396 | 468 |
જીરું | 2585 | 3240 |
તલ | 1850 | 2085 |
બાજરો | 519 | 519 |
તુવેર | 785 | 1135 |
તલ કાળા | 1600 | 2500 |
અડદ | 310 | 745 |
મઠ | 1000 | 1291 |
વરીયાળી | 1125 | 1400 |
આયુર્વેદિક ઉપચાર
શિયાળાની ઋતુના આગમનની સાથે જ ઠંડા પવનોને કારણે આપણા ચહેરાની ભેજ ગાયબ થઈ જાય છે. તેનાથી ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાય છે. ઘણી વખત ચહેરા પર એવા ધબ્બા બની જાય છે કે ત્વચામાં સમસ્યા શરૂ થઈ જાય છે. તેમજ લાંબા સમય સુધી તડકામાં બેસી રહેવાથી પણ ટેનિંગની સમસ્યા થાય છે. જો તમે શિયાળામાં આ સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે બીટ પાવડરના ઉપયોગ વિશે જાણવું જ જોઇએ.
બીટ પાવડર કેવી રીતે બનાવવો
બે થી ત્રણ બીટરૂટ લો અને મુલતાની માટીનો પાવડર લો.
સૌ પ્રથમ બીટરૂટને ધોઈ લો અને તેની છાલ સારી રીતે કાઢી લો.
હવે બીટરૂટને ચિપ્સના આકારમાં એક પછી એક કટકા કરો.
હવે તેને થોડા દિવસો સુધી તડકામાં સૂકવવા માટે રાખો.
જ્યારે તે સારી રીતે સુકાઈ જાય ત્યારે તેને બ્લેન્ડરમાં નાખીને તેનો ઝીણો પાવડર બનાવી લો.
હવે તેમાં મુલતાની માટી પાવડર ઉમેરો.
તમારો બીટ રુટ પાવડર તૈયાર છે.
એક બાઉલમાં બીટનો થોડો પાવડર લો. તેમાં ગુલાબજળ અથવા દહીં ઉમેરો અને બધું મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ત્વચા પર લગાવો. તેને ચહેરા પર 1 મિનિટ માટે ફેસ સ્ક્રબની જેમ મસાજ કરો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. બીટ પાવડરને ફેસ માસ્ક તરીકે પણ લગાવી શકાય છે. તેના ઉપયોગથી શુષ્ક ત્વચાને સરળતાથી મોઇશ્ચરાઇઝ કરી શકાય છે. અને ડાઘ અને ખીલ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
નોંધ: આ માહિતી સામાન્ય ભલામણ છે. તેને કોઈપણ પ્રકારના તબીબી વ્યાવસાયિકની સલાહ તરીકે ન લો. આ માટે તમારે તમારા ડોક્ટરોની સલાહ લેવી જોઈએ.