khissu

આટલું મોંઘુ કબૂતર | શું સોનાનું ઈંડું આપતું હશે ?

દુનિયા પણ ઘણી અજીબ છે ક્યારે શું થાય કઈ કહી જ ના શકાય. આ જ જોવો ને ઉદાહરણ કબૂતર નું. ભલા 14 કરોડ નું કબૂતર જોયું છે ક્યાંય? કેમ આ કબૂતર સોનાનું ઈંડું આપતું હશે? કે પછી ક્યાંક થી સોનું ચોરાઈ લાવતું હશે ? તો પછી કેમ આટલી બધી કિંમત હશે આ કબૂતર ની ?

જી હા, કિમ નામની આ માદા કબૂતર વિશ્વ રેકોર્ડ તોડયો છે. આ પહેલા અર્માડો નામના નર કબૂતર 1.25 મિલિયન યુરો માં વહેચવામાં આવ્યો હતો. અર્મડો રેસિંગ ચેમ્પિયન કબૂતરો માં કબૂતરો નો લુઇસ હેમિલ્ટન તરીકે ઓળખાતો હતો. પરંતુ હાલમાં આ કિમ નામની રેસિંગ કબૂતરને 19 લાખ ડોલર એટલે કે 14 કરોડ રૂપિયામાં વેચવામાં આવી જે દુનિયાની સૌથી મોંઘુ કબૂતર તરીકે રેકોર્ડ બનાવ્યો.

ઘણા વર્ષો થી ચીનમાં કબૂતરોની રેસ ખૂબજ લોકપ્રિય બની રહી છે. રેસિંગ કબૂતરો થી તેના બચ્ચા ઉત્પન્ન કરવા લોકો એક થી વધીને એક બોલી લગાવે છે. કીમે વર્ષ 2018માં ઘણી પ્રતિયોગિતા માં જીત મેળવી છે તેમાં નેશનલ મિડલ ડિસ્ટન્સ રેસ પણ શામિલ છે. હવે તો આ કિમ રિટાયર થઈ ચુકી છે છતાં તેની આટલી મોંઘી બોલી લગાવાઈ છે. માનવામાં આવે છે કે કિમ ના નવા માલિકે તેનાથી પ્રજનન કરી બચ્ચા ઉત્પન્ન કરવા માટે ખરીદ્યું છે.