Top Stories
khissu

સ્કર્ટની કિંમત 3 લક્ઝરી કાર જેટલી, બેગની કિંમત બે વાર દુનિયા ફરાય એટલી, સુહાનાની ડ્રેસની કિંમત પલ્લે નહીં પડે

Suhana Khan Dress: સુહાના ખાન પણ તેના પિતા શાહરૂખ ખાનની જેમ બોલિવૂડની સુપરસ્ટાર બનવા માંગે છે. સુહાના ખાન અભિનેત્રી બનતા પહેલા જ ખૂબ જ લોકપ્રિય હતી. સુહાનાને ઈન્સ્ટાગ્રામ પર 4.3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. ફેન્સ પણ સુહાનાની તસવીરો પર ઘણી કોમેન્ટ કરીને વખાણ કરે છે. હાલમાં જ સુહાના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં સુહાનાએ 45 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ડ્રેસ પહેર્યો હતો. સુહાનાના આ ડ્રેસની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન

સુહાનાએ 1 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં સુહાના ખાન ફોક્સ લેધર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સુહાનાએ બ્લેક પેન્સિલ સ્કર્ટ પહેર્યું હતું, જે તેની જાંઘની ઉંચી ચીરી સાથે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. સુહાનાએ કોર્ડેડ કોર્સેટ સ્ટાઈલ ટોપ પહેર્યું હતું. સુહાના હાથમાં પીળા રંગની બેગ લઈને પણ જોવા મળી હતી. જ્યારે ચાહકોએ સુહાનાના ડ્રેસની કિંમત ઓનલાઈન તપાસી તો તેઓ ચોંકી ગયા.

ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી

સુહાનાની ટોપની બ્રાન્ડ 'Rhycni' છે, તેની કિંમત 38 હજાર રૂપિયાથી વધુ છે. વોગના રિપોર્ટ અનુસાર, સુહાનાએ જે સ્કર્ટ પહેર્યો હતો તેની કિંમત 44 લાખ 67 હજાર 533 રૂપિયા હોવાનું કહેવાય છે. સમગ્ર ડ્રેસની કુલ કિંમત 45 લાખ રૂપિયાથી વધુ છે.

આ રકમમાં 3 લક્ઝરી કાર ખરીદી શકાય છે. આટલું જ નહીં સુહાનાએ ડ્રેસની સાથે પીળા રંગની બેગ પણ કેરી કરી હતી. માઈક્રો લેડી ડાયર બેગની કિંમત જ 3 લાખ 24 હજાર રૂપિયાથી વધુ છે. સુહાનાનો આ લુક ખૂબ ચર્ચામાં છે.

દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી

એકલા બેગની કિંમતમાં વ્યક્તિ બે વાર વિશ્વભરમાં પ્રવાસ કરી શકે છે. સુહાનાની આ મોંઘી ફેશનની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ફેન્સે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને સુહાનાના લુકના વખાણ કર્યા છે. સુહાના ખાન પણ તેના બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે.

લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે

સુહાના ખાન ટૂંક સમયમાં નેટફ્લિક્સની ફિલ્મ 'ધ આર્ચીઝ'માં જોવા મળશે. સુહાના પોતાના ડેબ્યુ પહેલા જ સ્ટાર બની ગઈ છે. લાખો લોકો સુહાનાને ફોલો કરે છે. સુહાના પણ તેના પિતાની જેમ બોલિવૂડમાં સુપરસ્ટાર બનવાનું સપનું છે.