દરમિયાન ૨થી ૪ ઇંચ વરસાદના યોગ થાય તેવી સંભાવનાં છે. ૯મી સપ્ટેમ્બરને સોમવારે ભાદરવાસુદ-૬ના દિવસે વિછુડો બેસે છે, જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
૮મી સપ્ટેમ્બર સુધી સ્વાતિ નક્ષત્ર હોવાથી પાછોતરો વરસાદ સારો થાય તેવી ધારણાં છે. તા.૧૩મી સપ્ટેમ્બરથી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ૨૬મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનું વાહન હાથી છે.
ગાજવી સાથે બપોર પછી મંડાણી વરસાદ અમુક વિસ્તારમાં થઈ શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, રાજકોટમાં ગરમીનું પ્રમાણ પણ વધશે. વાયવ્યનો પવન શરૂ થવાથી ગરમીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગ દ્વારા ટૂંકાગાળાના વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે જેમાં 10મી સપ્ટેમ્બરના સાંજના 7 વાગ્યા સુધીની આગાહીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજના દિવસ માટે જે આગાહી કરી છે તેમાં પણ કેટલાક રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે બપોરે કરેલી 7 દિવસની આગાહીમાં આજના દિવસ માટે રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.