khissu

લક્ષ્ય ! બસ, સામેના થાંભલા સુધી !

નમસ્કાર દોસ્તો,

આજે વાત કરવા જઇ રહ્યો છું એક એવા વ્યક્તિની જેને કેટલાય કેન્સર પીડિતોને જીવવાની એક નવી આશા આપી. કેનેડામાં કેન્સરના સંશોધન અને ઉપચાર માટે ટેરી ફોક્સ ને દેશ વ્યાપી ઝુંબેશ ચલાવવાનો વિચાર આવ્યો. તેના જમણા પગે કેન્સરનું નિદાન થયેલ હોવા છતાં દોડીને નાણાં ભેગાં કરવાનો સંકલ્પ કર્યો. તેણે શરૂ કરી ‘મેરેથોન ફોર હોપ’ દરરોજ ૨૪ માઇલ દોડવા લાગ્યો. તેમણે ૩૩૩૯ માઇલની દોડ ૧૪૩ દિવસ દોડીને પુર્ણ કરી લીધી હતી ને ડોક્ટરે ચેકઅપ કરતા કહ્યુ કે ” પગનું કેન્સર ફેફસાં સુધી પહોચ્યું છે” ટેરીને દોડ અટકાવવી પડી. અફસોસ કે ટુંક સમયમાં તેમનું મૃત્યુ થયું. પછી લોકોએ તેના નામે એક ‘ટેરી ફાઉન્ડેશન’ ની સ્થાપના કરી.
ટેરી જ્યારે દોડતો હતો ત્યારે લોકો તેને પૂછતા ” તમને પગે કેન્સર હોવા છતાં આટલું કેમ દોડી શકો છો ? “
ત્યારે ટેરી તરફથી જવાબ મળતો ” મારૂ લક્ષ્ય હતુ, બસ સામેના થાંભલા સુધી - Just one pole “

સફળતાએ નાના નાના પુનરાવર્તિત પ્રયત્નોનો સરવાળો છે.તમારા લક્ષ્યને નાના ટુકડાઓમાં વહેંચી દો,એક પછી એક ટુકડા સુધી પહોંચતા જાવ સફળતા અવશ્ય મળશે.

If I die at least I’ll die happy doing what I want to do in life   -Terry Fox