khissu

વર્લ્ડ કપ ફાઈનલના દિવસે કેવું રહેશે વાતાવરણ? ગુજરાત હવામાન વિભાગની આગાહી આખા ભારતે જાણવી જોઈએ

Gujarat Weather: અમદાવાદ હવામાન વિભાગની વેબસાઇટ પર 24 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે. 

સતત 5 દિવસ માટે કરવામાં આવેલી આ આગાહી માત્ર ગુજરાત પુરતી જ નહીં પણ આખા દેશ માટે જાણવી જરૂરી છે. કારણ કે અમદાવાદમાં 19 તારીખે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે.

મંદિરમાં અને ઘરમાં પૂજા સમયે કેમ વગાડવામાં આવે છે ઘંટડી? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, 99 ટકા લોકોને નથી ખબર

આ આગાહીમાં જણાવ્યુ છે કે, હાલ ઉત્તર- પુર્વથી પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. સાત દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની કોઈ જ શક્યતા જોવામાં આવી રહી નથી. ક્રિકેટ રસિયાઓ માટે આ સારા સમાચાર કહેવામાં આવી રહ્યા છે. 19મી તારીખે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સરસ અને શુષ્ક રહેશે.

2024માં મોદી સરકાર નહીં જીતે તો શેર માર્કેટમાં તબાહી મચી જશે, એવો વિનાશ વેરાશે કે ક્યાંયથી ભેગું જ નહીં થાય!

મોટા સારા સમાચાર એ છે કે હાલ વરસાદની કોઇ આગાહી નથી. અમદાવાદ હવામાન વિભાગે 18મી તારીખથી 24મી નવેમ્બર સુધી આગાહી કરી છે. 

દિવાળી પર લોકોએ બેફામ દારૂ પીધો, 2.5 કરોડ બોટલ વેચાઈ ગઈ, વેચાણમાં સીધો 37%નો ઉછાળો, હિસાબ કેટલો થાય?

જેમાં તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. વરસાદનું ક્યાંય ટીંપુ પણ નહીં પડે.

એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વાત સાંભળીએ તો તાજેતરમાં કરેલી આગાહીમાં વરસાદની શક્યતાઓ નહિવત હોવાની વાત કરવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં 21થી 25 નવેમ્બર દરમિયાન કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસો કેવા રહેશે.