khissu.com@gmail.com

khissu

ઈઝરાયેલની આ ટેકનિકની મદદથી વેરાન જમીનમાંથી પણ થશે અઢળક આવક

ભારતમાં હવે જોવા જઇએ તો ઔદ્યૌગિકરણની પ્રક્રિયા ખૂબ વેગવંતી બની છે. જેના લીધે ખેતીલાયક જમીનોમાં ઘટાડો થવા માંડ્યો છે. ઠેર ઠેર થતા કેમિકલનાં પ્રદૂષણો જમીનની ફળદ્રૂપતાને ઘટાડી રહ્યા છે. જમીનો બંજર બની છે. પરંતુ, ભારતની અડધાથી પણ વધારે વસ્તી ખેતી પર આધારિત છે કારણ કે આ વ્યવસાયમાં ખૂબ કમાણી છે. તેથી જ આ કમાણીને બરકરાર રાખવા તમારી સમક્ષ હાજર છે જમીન સબંધિત સમસ્યાનું નિવારણ. 

જો જમીન પડતર પણ હશે તો પણ તેમાં પાક ઉગાડીને પુષ્કળ કમાણી કરી શકાશે. આ એક નવા પ્રકારની ખેતી છે. જે ઈઝરાયેલની ટેક્નોલોજી પર આધારિત છે. જેનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ. ઈઝરાયેલની આ ટેકનિકથી બંજર જમીન પર પણ 100 ગણો વધુ પાક મેળવી શકાશે, અને તેનાં દ્વારા એક વર્ષમાં તમે 2 કરોડનો નફો કરી શકશો! શું તમારે પણ કરોડપતિ બનવું છે? તો જાણી લો તેની માહિતી..

વર્ટિકલ ફાર્મિંગ
વર્ટિકલ ફાર્મિંગ એટલે ઊભા સ્ટેક્ડ સ્તરોમાં પાક ઉગાડવાની રીત. આ ખેતી અલગ-અલગ રીતે થઇ શકે છે જેમ કે હાઇડ્રોપોનિક અથવા એક્વાપોનિક વર્ટિકલ ફાર્મિંગ કે જેમાં માટીનો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત અમુક રીત એવી પણ છે કે જેમાં માટીનો ઉપયોગ કરવામાં આવે છે.

વર્ટિકલ ફાર્મિંગ કેવી રીતે કરવામાં આવે છે?
પાઇપથી બનેલા એક કન્ટેનર પર એક ઉપર એક એમ સ્તર બનાવવામાં આવે છે. આ કન્ટેનરમાં અમુક અંતરે 2-3 ફૂટ ઊંડા, 2 ફૂટ પહોળા લાંબા જીઆઈ પાઈપો સેટ કરવામાં આવે છે. GI પાઇપનું બનેલું વર્ટિકલ ફાર્મિંગનું માળખું 24 વર્ષ સુધી બગડતું નથી. હા, આ માટે તમારે એકવાર આર્થિક રીતે સધ્ધરતા દાખવવી પડશે પરંતુ પછી તો એ 24 વર્ષ સુધી તમને પુષ્કળ કમાણી આપશે.

હવે આ કન્ટેનરમાં તમારે ખેતી કરવા માટે બીજને 10-10 સેમીના અંતરે રાખવા અને આ અંતરને ઝિગ-ઝેગ રીતે લાગુ કરવું. પછી તમે બીજને માટીથી ભરેલા પાત્રમાં બે લાઇનમાં વાવી શકો છો. હવે વાત કરીએ તાપમાનની તો તાપમાન 12 થી 26 ડિગ્રીની વચ્ચે રાખવું જોઈએ. તાપમાનને નિયંત્રિત કરવા માટે, ફોગર્સ સ્થાપિત કરી શકાય છે. જે તાપમાનમાં વધારો થતાં જ પાણીનો વરસાદ શરૂ કરે છે અને તાપમાન સામાન્ય થાય છે. જેથી પાકને અનુકુળ તાપમાન મળે.

કેટલી ઉપજ અને કેટલો નફો?
જો આપણે ધારીએ કે એક એકરમાં ખેતી થાય છે અને કન્ટેનરના 11 સ્તરો લાગુ કરવામાં આવે છે, જેમ કે મહારાષ્ટ્રમાં એક પ્રોજેક્ટમાં થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં 1 એકરમાં લગભગ 6.33 લાખ બીજ વાવવામાં આવશે. ધારો કે કોઈ કારણસર 33 હજાર છોડ મરી જાય તો પણ 6 લાખ છોડ બચી જાય. આ ટેક્નિક વડે એક છોડમાં સરેરાશ 1.67 કિગ્રા ઉત્પાદન કરી શકાય છે, એટલે કે તમારી પ્રતિ એકર ઉપજ લગભગ 10 લાખ કિગ્રા (લગભગ 1100 ટન) હશે.  જો કે, પ્રથમ વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જંગી ખર્ચ થશે, પરંતુ તે પણ વધુમાં વધુ 2-3 વર્ષમાં બહાર આવશે અને પછી જ નફો થશે.

વર્ટિકલ ફાર્મિંગ છે ફાયદાકારક
વર્ટિકલ ફાર્મિંગ માટે હવામાન પર નિર્ભર રહેવાની જરૂર નથી, આ ખેતી તમે જ્યારે ઇચ્છો ત્યારે ખેતી કરી શકો છો. આ ખેતી સંપૂર્ણપણે બંધ જગ્યામાં થાય છે, તેથી જંતુઓ દ્વારા નુકસાન અથવા વરસાદ અથવા તોફાન દ્વારા નુકસાનની કોઈ શક્યતા રહેતી નથી. આ પ્રકારની ખેતીની સિંચાઈની પદ્ધતિ દ્વારા પાણીની ઘણી બચત થાય છે. ઓછી જમીન પર વધુ પાક મેળવી શકાય છે.