ખેડૂતે શરૂ કરી 'બકરી બેન્ક', એક બકરીના બદલે ૪ બચ્ચાં પાછા આપવાના

ખેડૂતે શરૂ કરી 'બકરી બેન્ક', એક બકરીના બદલે ૪ બચ્ચાં પાછા આપવાના

બુદ્ધિશાળી લોકો પોતાનો ધંધો ચલાવવા અવનવા પ્રયોગો કરતા હોય છે. પોતાની આવી સૂઝબૂઝને કારણે આવા લોકો પોતાના ધંધાને ટોચ પર લઈ જાય છે. આવીજ એક ઘટના સામે આવી છે જેમાં એક ખેડૂતે પૈસા માટેની બેન્ક નહીં પણ બકરી માટેની બેન્ક ખોલી જેનું નામ રાખ્યું 'ગોટ બેન્ક ઓફ કરખેડા'.


જી હા મિત્રો, મહારાષ્ટ્રના એક ખેડૂતે નવતર પહેલ કરી જેમાં તેમણે ગરીબોને સાવ ઓછી કિંમતે બકરી આપતાં પરંતુ બકરીના બદલે તેમના બચ્ચા પાછા આપવાના કરાર કરવામાં આવે છે. આ એક સાવ અનોખી જ પહેલ છે જેની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે.


પંજાબ કૃષિ વિદ્યાપીઠના સ્નાતક નરેશ દેશમુખે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના સાંગવી મોહડી ગામમાં વર્ષ ૨૦૧૮માં બકરી બેંકની શરૂઆત કરી હતી. જેમાં લોન લેવા ઈચ્છુક ખેડૂતે ૧૨૦૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરીને બકરી લઈ જઈ શકે છે જેમાં એક કરાર કરવાનો હોય છે. આ કરાર મુજબ બકરી લેનાર વ્યક્તિએ ૪૦ મહિનામાં બકરીના ૪ બચ્ચાને પરત કરવાના હોય છે.


નરેશભાઈને એવો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેને જરૂરિયાતમંદ અને આર્થિકરીતે નબળા લોકોનું નિરીક્ષણ કર્યું જેમાં બકરી ઉછેર સાથે રોકાયેલા લોકો તેઓના બચ્ચાને ખૂબ જ સાચવે છે અને શિક્ષિત પણ કરે છે જેથી નરેશભાઈને વિચાર આવ્યો કે આ લોકોને બકરી મળી જાય તો તેનો ઉછેર કરીને શિક્ષિત બચ્ચા પેદા થાય. જોકે એક બકરીના બદલામાં ૪ બચ્ચા પાછા મળે.


આ માટે નરેશભાઈએ ૪૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને ૩૪૦ બકરીઓ ખરીદી જેથી રજીસ્ટ્રેશન કરાવેલ લોકોને આ ૩૪૦ બકરીઓ વહેંચી દેવામાં આવી જે ૪૦ મહિના બાદ ૧૩૬૦ બચ્ચાંમાં પરિણમ્યા.