આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ છૂટાછેડા લીધા વગર બે લગ્ન કરી શકતો નથી. પરંતુ, વિશ્વના દરેક દેશમાં લગ્નનાં અલગ અલગ રિવાજો છે. આફ્રિકા ખંડના દેશોમાં લગ્ન અંગે વિવિધ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જે બાકીની દુનિયામાં નથી. આફ્રિકા ખંડમાં એક એવો વિચિત્ર-ગરીબ દેશ છે, જ્યાં પુરુષોને બળજબરીથી બે લગ્ન કરવા પડે છે.
બે લગ્ન ન કરે તો જેલમાં જવું પડે છે: એટલું જ નહીં, જો કોઈ પુરુષ બે લગ્નની ના પાડે તો તેને આકરી સજા ભોગવવી પડે છે. આ દેશ આફ્રિકા ખંડમાં આવેલો છે, જ્યાં દરેક પુરુષ માટે બે પત્નીઓ હોવી ખૂબ જ અનોખો કાયદો છે. આફ્રિકા ખંડમાં સ્થિત આ દેશનું નામ એરિટ્રિયા છે. અહીં દરેક પુરુષે બે લગ્ન કરવા પડે છે. પછી ભલે તે ખુશીથી કરે અથવા બળજબરી પૂર્વક.
જાણો શું છે કારણ: આ દેશમાં દરેક પુરુષ માટે બે પત્નીઓ હોવી ફરજિયાત છે. જો કોઈ પુરુષ બે પત્ની રાખવાનો ઇનકાર કરે અને બે લગ્ન ન કરે તો તેની સામે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જે માણસ બે વાર લગ્ન નથી કરતો તેને સજા તરીકે આ દેશમાં જેલમાં નાખવામાં આવે છે. આ દેશમાં અનોખા કાયદા માટે એક મોટું કારણ છે. કારણ એ છે કે એરિટ્રિયામાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં ઘણી વધારે છે. તેનું મુખ્ય કારણ ઇરિટ્રિયાનું ઇથોપિયા સાથેનું ગૃહયુદ્ધ છે.
બીજા લગ્ન કરવા માટે પ્રથમ પત્ની ના નથી પાડી શકતી: સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ દેશમાં પુરુષો માટે બે વાર લગ્ન કરવાનો કાયદો છે. આ સિવાય, એરિટ્રિયાએ મહિલાઓ અંગે પણ કડક કાયદો બનાવ્યો છે. મહિલાઓ સામે કડક કાયદો એ છે કે ત્યાંની મહિલાઓ તેમના પતિના બીજા લગ્નમાં અવરોધ ન બની શકે. જો પ્રથમ સ્ત્રીએ કોઈ પણ રીતે વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કર્યો, તો તેમને પણ જેલમાં નાખવામાં આવે છે અને પછી આજીવન કેદની સજા થાય છે.