હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જેમાં આગામી પાંચ દિવસ દરમીયાન વલસાડ, નવસારી, સુરત ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે વલસાડના વિસ્તારોમાં આજે ભારે વરસાદ થઈ શકે છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી અને દાહોદમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોનાં ગીર સોમનાથ, જુનાગઢ અમરેલી, ભાવનગર, રાજકોટ તથા દીવમાં સારા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુરુવારે ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દક્ષિણ ગુજરાતના કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે છે.