નમસ્તે ગુજરાત...
ચોમાસાની વાત કરીએ તો ભારતમાં ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. જ્યારે ગુજરાતમાં ચોમાસુ આગામી 24 કલાકની અંદર બેસી જશે.
રાજ્યમાં ચોમાસાની શરુઆત ધીમે ધીમે શરૂ થઈ હોય એવું વરસાદના અનુમાન પરથી લાગે છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 28 તાલુકામાં વરસાદ પણ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. અને માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, અને દીવમાં આજે વરસાદ પડશે.
મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદના તમામ છૂટા છવાયા વિસ્તારોમાં સારો વરસાદ થશે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગરમાં પણ વરસાદ થશે. આમ, આ જીલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.