આ દેશનાં લોકો ૪૦ લાખ થી વધારે બિલાડી ખાઈ જાય છે- અજબ ગજબ વાતો જે જાણી ને તમને વિશ્વાસ નહી આવે.
07:35 PM, 05 August 2021 - Team Khissu
આ દેશનાં લોકો ૪૦ લાખ થી વધારે બિલાડી ખાઈ જાય છે- અજબ ગજબ વાતો જે જાણી ને તમને વિશ્વાસ નહી આવે.
https://khissu.com/guj/post/the-people-of-this-country-eat-more-than-3-million-cats-weird-things-that-you-cant-believe-knowing
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
જે દુનિયામાં આપને રહીએ છીએ તે અજબ ગજબ તથ્યો અને રહસ્યો થી ભરેલી છે. કેટલાક તો એવા રિવાજ અને પ્રથા છે જે આપણને રહસ્યભરી અને આશ્ચર્યજનક લાગે છે. આ ફેકટ્સ તમને જરૂર હસાવશે અને આશ્ચર્ય પણ પમાડશે.
- ચીનનાં લોકો ને ખાવાની અજબ ની ટેવ છે. ચીનમાં લગભગ બધી વસ્તુ ખવાય છે. ખાવાનાં નામ પર ચીનના લોકો દર વર્ષે 40 લાખ થી વધારે બિલાડી ખાઈ જાય છે.
- ઈન્ડોનેશિયા નાં એક આદિવાસી કબીલામાં એવી પ્રથા છે કે, કોઈ ના મોત પછી તેના અંતિમસંસ્કાર કરવાને બદલે તેને 1 વર્ષ સુધી જીવતા માણસ ની જેમ જ રાખવામાં આવે છે. આ વિચિત્ર પ્રથા ત્યાં સદીઓથી ચાલી આવે છે.
- ઘણા લોકોને અજબ ગજબ સપના આવતા હોય છે. પરંતુ એક રિસર્ચ અનુસાર માણસ જેટલી ઠંડી જગ્યા પર સુવે તો તેને ડરામણા સપના આવવની સંભાવના વધારે હોય છે.
- તમને જાણી ને આશ્ચર્ય થશે કે, એક કીડી તેના વજન કરતા 50 ગણો વધારે વજન ઉપાડી શકે છે. જો કીડી નો આકાર માણસ જેવડો હોય તો તે કાર થી પણ વધારે ઝડપે દોડી શકે છે.
- માનવી નું હદય શરીર માં લોહી પહોંચાડવાનું કામ કરે છે. હદય એટલું પાવરફૂલ હોય છે કે તે 30 ફૂટ ની ઉંચાઈ સુધી લોહી પંપ કરી શકે છે.
- શાહમૂર્ગનું નામ તો તમે સાંભળ્યુ જ હશે, તેની આંખ તેના મગજ કરતા પણ મોટી હોય છે, શાહમુર્ગ ની લાત એટલી જોરદાર હોય છે કે સિંહ ને પણ મારી નાખે છે.
- જો તમે દરેક વેબસાઇટને 1 મિનિટ સુધી જોવો તો આખી દુનિયા ની વેબસાઇટ જોવા માટે 31000 હજાર જેટલો સમય લાગે.
- ખાવા ની બધી વસ્તુ અમુક સમય પછી ખરાબ થઈ જાય છે. ખાલી મધ જ એક એવી વસ્તુ જે ક્યારેય ખરાબ નથી થતું.
- દુનિયા નું સૌથી વધારે ખતરનાક ઝેર સાઇનાઇડ ને માનવામાં આવે છે, પરંતુ એનાથી પણ ખતરનાક ઝેર પોલોનિયમ છે. ખાલી 1 ગ્રામ પોલોનિયમ 5 કરોડ લોકોની જાન લેવા માટે કાફી છે.
- લાળ ખોરાક પચાવવા માટે અગત્યનું કામ કરે છે. આખી જિંદીભર માં માણસના મોં માં એટલી લાળ બને કે 2 સ્વિમિંગ પુલ આરામ થી ભરી શકાય.